Sihor
સિહોરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં
પવાર
લોકોને અવરજવરમાં પડતી હાલાકી, હલકી ગુણવત્તાવાળી સ્ટ્રીટલાઈટો લબુક ઝબુક થતી હોવાની અઢળક ફરિયાદો : અંધારપટને લીધે થતા માર્ગ અકસ્માતો
સિહોર શહેરમા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટલાઈટ પીવાના પાણી અને રસ્તા અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગયાની ફરીયાદો વધી છે. ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ છે. જેના કારણે શહેરીજનોને અનેકવિધ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન સિહોર શહેરમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની અઢળક ફરીયાદો ઉઠી છે.
હલકી ગુણવત્તાવાળી સ્ટ્રીટલાઈટોને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વિસ્તારો સ્ટ્રીટલાઈટ વિહોણા છે. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અને વિસ્તારો તેમજ સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટો બંધ અવસ્થામાં જોવા મળે છે. સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. નગરપાલિકાનું તંત્ર લોકોની આ સમસ્યાને ધ્યાને લઈને કાયમી નિરાકરણ લાવે તેવી માંગણી થઈ છે.