Bhavnagar
નિયમમાં રહેજો! ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસ સક્રિય! ભાવનગરમાં નોંધાયા 1000થી વધુ કેસ

બરફવાળા
અમદાવાદની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરીને ઓવરસ્પિડ અને ડ્રક્સ એન્ડ ડ્રાઇવ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં ઓવર સ્પીડમાં કાર ચલાવી અનેકનો જીવ લેવાયાની ઘટના બાદ ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસ સક્રિય બની છે. તેમજ રોડ પર બેફામ વાહનો ચલાવી પોતાના અને લોકોના જીવ પર જોખમ ઉભુ કરી રહેલા અનેક વાહન ચાલકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરીને ઓવરસ્પિડ અને ડ્રક્સ એન્ડ ડ્રાઇવ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ભાવનગર પોલીસ દ્વારા છેલ્લા આઠ દિવસ દરમ્યાન ઓવર સ્પિડના 36 કેસ કરીને વાહન ચાલકો પાસેથી સ્થળ પરથી 54,000નો દંડ વસુલ કર્યો છે. ભયજનક રીતે તેમજ નશો કરી વાહન ચલાવતા વાહન ચાલકો સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા આઠ દિવસમાં કેફી પદાર્થ પીને વાહન ચલાવતા 10 વાહન ચાલકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે ઓવર સ્પિડમાં વાહન ચલાવતા ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા છ માસ દરમ્યાન લાયસન્સ વગર વાહન ચલાવતા 1071 વાહન ચાલકોના વાહનો ડિટેઇન કર્યા હતા.તેમજ ડ્રક્સ એન્ડ ડ્રાઇવના છ મહિનામાં 17 કેસ તેમજ ઓવર સ્પિડના 104 કેસ કરી 24 વાહન ચાલકોને આરટીઓના મેમો આપવામાં આવ્યાં છે. છેલ્લા છ માસ દરમ્યાન ભયજનક રીતે વાહન ચલાવવાના 17 કેસ કરવામાં આવ્યાં હતા અને 133 વાહન ચાલકોને આરટીઓના મેમો આપવામાં આવ્યાં હતા.
છેલ્લા આંઠ દિવસમાં પોલીસે 23 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી તેમની પાસેથી 34,500નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. અને 8 વાહન ચાલકોને આરટીઓનો મેમો અપાયો છે. પોલીસે છેલ્લા આઠ દિવસમાં જે વાહન ચાલકો પાસે લાયસન્સ ન હોય તેવા 34 વાહનો ડિટેઇન કર્યા છે.