Gujarat
રાજ્યનું અંદાજપત્ર આત્મનિર્ભર અને ગ્રામવિકાસલક્ષી ; મુકેશભાઈ લંગાળીયા
પવાર
- ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા અંદાજપત્રને આવકાર
ગુજરાત સરકારના આજે રજૂ થયેલા અંદાજપત્રને ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આવકાર અપાયો છે, અંદાજપત્ર આત્મનિર્ભર અને ગ્રામવિકાસલક્ષી ગણાવાયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં એક પછી એક નિર્ણયો સાથે આ વખતનું રજૂ થયેલ અંદાજપત્ર આવકારદાયક છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મૂકેશભાઈ લંગાળિયા દ્વારા જણાવાયા મુજબ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અભિગમ સાથે આજનું રજૂ થયેલું ગુજરાતનું અંદાજપત્ર આત્મનિર્ભર અને ગ્રામવિકાસલક્ષી છે.
રાજ્યના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આજે અંદાજપત્રમાં ગુજરાતના ગ્રામવિકાસ માટે પૂરતું લક્ષ આપ્યું છે. વિવિધ જોગવાઈ અનુસાર આત્મનિર્ભર અભિગમ સાથે કૃષિ, પશુપાલન સાથે ગ્રામવિકાસ અને અન્ય પાસાઓથી રાજ્યના તમામ વર્ગ માટે આશાસ્પદ અંદાજપત્ર રજૂ થયું છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મૂકેશભાઈ લંગાળિયા સાથે મહામંત્રીઓ શ્રી હરેશભાઈ વાઘ, શ્રી ભૂપતભાઈ બારૈયા તથા શ્રી કેતનભાઈ કાંત્રોડિયા દ્વારા આવકાર અપાયેલ છે, તેમ પ્રવકતા શ્રી કિશોરભાઈ ભટ્ટે જણાવેલ છે.