Sihor
ધો. 10માં વિદ્યામંજરીનો ચારે બાજુ વિજય રથ : સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસના વિદ્યાર્થીઓનો ઝળહળાટ
Devraj
સ્વપ્નને સિદ્ધ કરવા વિષય મુજબ સચોટ મહેનત, એકાગ્રતા અને સમજણ પૂર્વકનાં આયોજન થકી જ શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શકાય છે : પી કે મોરડિયા
રાષ્ટ્રભાવનાના વિચાર સાથે શ્રેષ્ઠ કેળવણી આપવા સંકલ્પબદ્ધ સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસના ટ્રષ્ટી પી કે મોરડીયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ ધો.10, માર્ચ 2023 માં બોર્ડના પરિણામમાં ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યુ છે. માત્ર સ્વપ્ન જોવાથી સફળતા પ્રાપ્ત થતી નથી. પરંતુ સ્વપ્નને સિદ્ધ કરવા વિષય મુજબ સચોટ મહેનત, એકાગ્રતા અને સમજણ પૂર્વકનાં આયોજન થકી જ શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસમાં અભ્યાસ કરતાં ધોરણ 10 ના વિધાર્થી કે જેવોનું આજે પરિણામ જાહેર થયું.આ પરિણામ માં ગુજરાત બોર્ડ નું 64.62 % પરિણામ,ભાવનગર કેન્દ્રનું 69.70 % પરિણામ, શિહોર કેન્દ્રનું 67.39 % પરિણામ આવેલ છે.
જ્યાંરે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલનું 89.47 % પરિણામ આવેલ છે જેમાં 90%Tile થી વધુ પ્રાપ્ત કરતાં વિધાર્થીઓ 12, 80%Tile થી વધુ પ્રાપ્ત કરતાં વિધાર્થીઓ 38 તેમજ A1 ગ્રેડ માં 1 વિધાર્થી,A2 ગ્રેડ માં 5 વિધાર્થી,B1 ગ્રેડ માં 29 વિધાર્થ,અને B2 ગ્રેડ માં 38 વિધાર્થીઓ એ ઝળહળતુ પરિણામ પ્રાપ્ત કરેલ છે,જેમાં (1) ઠક્કર પ્રાચીબેન નિલેષભાઇ -99.42 % પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.જે શિહોર કેન્દ્રમાં ત્રીજા ક્રમાંકે આવેલ છે.(2) સોલંકી યશ્વી ભરતસિંહ – 98.66% પર્સનટાઇલ સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે (3) ચૌહાણ રૂદ્ર નીતીનભાઈ -96.84% પર્સનટાઇલ સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે (4) ગોહેલ યુવરાજભાઇ રમેશભાઇ -95.88% પર્સનટાઇલ સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે (5) ગોહેલ ભાર્ગવભાઈ દિનેશભાઈ -95.66% પર્સનટાઇલ સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે(6) રાવ દક્ષ સંદિ૫ભાઇ -95.18% પર્સનટાઇલ સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, આ તમામ વિધાર્થી ને શાળા ના સંચાલક/ટ્રસ્ટીશ્રી પી.કે.મોરડીયા સાહેબ તેમજ શાળા પરિવારના તમામ સભ્યોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવેલ છે.