Sihor
GISFS અને હોમગાર્ડ વિભાગમાં બોગસ ભરતીમાં સીરાજખાન બ્લોચ મુખ્ય સૂત્રધાર ; વિક્રમ રાઠોડ

દેવરાજ
વિક્રમ રાઠોડ અને માવજી સરવૈયાએ સિહોર ખાતે પ્રેસ યોજી, ડમી કૌભાંડ બાદ હવે GISFS નું ભરતી કૌભાંડ આવ્યું સામે, ભરૂચ ના આઈ ડી ઇન્ચાર્જ એ પૈસા લઈ ને ભરતી કર્યા ના આક્ષેપો દ્વારકા ના વિક્રમ રાઠોડ લગાવ્યા આરોપ
ગુજરાતમાં હવે પ્રામાણિકતા અને ઈમાનદારીથી કોઈ પણ જાતની નોકરી મેળવવી કેટલી કઠીન બની ગઈ છે તે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પેપર લીક કૌભાંડ, નોકરી કૌભાંડ અને ડમી કૌભાંડથી વારંવાર સાબિત થઈ રહ્યું છે. કેટલી હદે ભ્રષ્ટાચારીઓ સરકારના નાક નીચે આ ખેલ ચલાવી રહ્યા છે તે પણ આખું ગુજરાત જોઈ રહ્યું છે. તપાસ એજન્સીઓ માત્ર શોભાના ગાંઢિયા બનીને રહી હોય તેવો ઘાટ ઘડાયો છે. આરોપ લાગે છે અને પછી તપાસ થાય છે. ભાવનગરમાં ડમી કૌભાંડ થયા બાદ હવે જીઆઇએસએફએસ નું ભરતી કૌભાંડ બહાર આવ્યું છે. ભરૂચના આઈડી ઇન્ચાર્જ પૈસા લઈને ભરતી કર્યાના આક્ષેપ દ્વારકા ના વિક્રમભાઈ રાઠોડ દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ સમાચારો વહેતા થતા ની સાથે જ વધુ એક વખત ડમીકાંડ ઉજાગર થયું હતું આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગરમાં ડમીકાંડનું ભૂત હજી ઘણઘણી રહ્યું છે ત્યાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી હતી પરીક્ષા કૌભાંડ બાદ જીઆઇએસએફએસ નું ભરતી કૌભાંડ બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જેમાં ભરૂચ ના આઈ ડી ઇન્ચાર્જ એ પૈસા લઈ ને ભરતી કર્યા ના આક્ષેપો દ્વારકા ના વિક્રમ રાઠોડ એ આરોપ લગાવ્યો હતો.
રૂ.૭૦ હજાર લઈ GISFS માં કરવી હતી ભરતી ભોગ બનનાર વ્યક્તિ વિક્રમ રાઠોડએ સિહોર ખાતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું તદુપરાંત સૌરાષ્ટ્રમાં ડમી ભરતી કરનાર સીરાજખાન બ્લોચ મુખ્ય સૂત્રધાર આક્ષેપ કરનાર વિક્રમ રાઠોડે આરોપ લગાવ્યા હતો તેમજ દ્વારકા અને ઓખા માં પણ ખોટા પ્રમાણ પત્રો થી ૧૦ થી વધુ લોકો ની પૈસા લઈ કરાવી ભરતીના આક્ષેપોની સાથોસાથ સીરાજખાન નું મોટું સેટિંગ હોમગાર્ડ અને GISFS બન્ને માં નોકરી કરવા ના લે છે પૈસા વિક્રમ રાઠોડ એ તેમ મીડિયા સમક્ષ હૈયા વરાળ ઠાલવી હતી ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર પ્રસ્થાપિત ગુજરાત ઈસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટીની સ્થાપના વર્ષ 1997 માં કરવામાં આવી હતી આ સંસ્થાના ગવરનિંગ બોડીના સભ્યો તરીકે આઈએએસ, આઈપીએસ અધિકારીઓ કાર્યરત છે. ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં GISFS ના જવાનો સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવે છે ભાવનગરમાં પણ આરટીઓ, જીએમબી, પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ, બીપીટીઆઈ, જીઈબી, સરકારી પ્રેસ, આદર્શ નિવાસી શાળા, સરકારી સમરસ હોસ્ટેલ, પાણી પુરવઠા બોર્ડ, જીઆઈડીસી, પીજી હોસ્ટેલ સહિત સરકારી એકમોમાં સુરક્ષા-વ્યવસ્થાનો મોરચો GISFS ના જવાનો જ સંભાળે છે.