Connect with us

Sihor

સિંહપુર નગરી સિહોર ખાડાનગરીમાં ફેરવાઇ : ઠેર-ઠેર ખાબોચિયાંથી હાલાકી

Published

on

Sinhapur city, Sihore turned into a pit city: devastated by puddles everywhere

પવાર

  • નગરપાલિકાનો પ્રિમોન્સુન પ્લાન પાણીમાં, રસ્તા પર ગાબડાંથી વાહન ચાલકોને અકસ્માતની ભીતિ

સિંહપુર નગરી તરીકે ઓળખાતા સિહોરની હાલત કથળી રહી છે કારણ કે શહેરના બિસ્માર માર્ગો સિહોરને ખાડા નગરીમાં પરિવતત કરી રહ્યા છે. રસ્તા ઉપર ઠેર-ઠેર ખાડા પડી જતા તેમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને અપાર હાલાકી ભોગવવી પડે છે. શહેરના અનેક જ્ગ્યાઓ પર મસમોટા ખાડાઓના કારણે નગરવાસીઓ પણ હલકી ભોગવી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે. જેને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો પડી રહ્યો છે. વરસાદથી નગરપાલિકાનો પ્રિ-મોન્સુન પ્લાન ધોવાઇ ગયો છે. શહેરમાં રોડ રસ્તાઓ દરેક ચોમાસે ધોવાઈ જાય છે.

Sinhapur city, Sihore turned into a pit city: devastated by puddles everywhere

અને શહેર ખાડા નગરીમાં ફેરવાઈ જાય છે. જેને કારણે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિક વેપારીઓ દ્વારા તંત્રને આ મુદ્દે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ નગરપાલિકા તંત્ર જાણે નિષ્ક્રિય થઈ ગયું હોય તેમ બિસ્માર માર્ગો અને ખાડાઓ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું હોવાનો લોકો આક્ષેપ કર્યો છે. વરસાદ થતા નવજીવન મળ્યું પણ નગરવાસીઓની સમસ્યામાં વધારો થયો. કારણ કે આ ખાડાઓને બુરવાની કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી. એટલે થોડા વરસાદમાં જ પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે. આ ખાબોચિયા રોગચાળાને તો નિમંત્રણ આપે જ છે પરંતુ વાહનચાલકોની પણ મુશ્કેલીમાં વધારો કરે છે. નગરપાલિકા ઘોર નિંદ્રામાંથી ઉઠીને આ ખાડાઓ બુરવાની કોઈ નક્કર કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!