Sihor
સિહોરની ચકચારી એક કરોડથી વધુની આંગડિયા લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા, ત્રણ આરોપીઓ ગિરફ્તાર

મિલન કુવાડીયા – દેવરાજ બુધેલીયા
આ લખાઈ છે ત્યારે રાત્રીના 8.50 કલાકે ડીવાયએસપી મિહિર બારૈયાએ વિગતો આપી, ધોળા દિવસે લૂંટને કરૂણ અંજામ આપનાર ત્રણ શખ્સને પોલીસે દબોચી લીધા, ડીવાયએસપી મિહિર બારૈયા, પીઆઇ ભરવાડ, પીએસઆઇ ગૌસ્વામી અને ટીમની કાબીલતારીફ કામગીરી, કલાકોમાં ભેદ ઉકેલ્યો, હજુ બે ની તલાશ
સિહોરમાં ગઇકાલે બનેલી ચકચારી આંગડીયા લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે આ લખાઈ છે ત્યારે રાત્રીના 8/50 કલાકે સમગ્ર ઘટનામાં ત્રણ શખ્સોને ઝડપી લઈ મુદ્દામાલ અને કાર પણ કબ્જે કરી છે પોલીસને હજુ બે શખ્સોની તલાશ છે જે ને પકડી પાડવા પોલીસની અલગ અલગ ટિમો કામે લાગી છે. સમગ્ર ઘટનામાં રાત દિવસ કામગીરી કરનાર ડીવાયએસપી મિહિર બારૈયા, પીઆઇ ભરવાડ, પીએસઆઇ ગૌસ્વામી અને ટીમની કામગીરી કાબીલતારીફ છે. ગઈકાલે સિહોરમાં ધોળા દિવસે રોકડ રકમ હીરાની લૂંટ થઈ હતી.
ગઠિયાઓએ ગાડીને રોકવા માટે બંદૂક બતાવી અને જોતજોતામાં તો કરોડો રૂપિયાની રોકડ રકમ અને હીરા લઈને ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં સિહોર બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા શખ્સોઓએ જે પ્રમાણે લૂંટ ચલાવી તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા ગન પોઈન્ટ પર રાખી આંગડિયા પેઢીના જે કર્મચારીઓ હતા તેને આ શખ્સો લૂંટીને ભાગી જતા ચકચાર મચી ગઈ હતી. એટલું જ નહીં આ શખ્સો બસ સ્ટેન્ડ પાસે હિરા અને રોકડ લઈ ઉભેલા આ કર્મચારી પાસેથી તમામ મુદ્દામાલ છીનવી ફરાર થઈ ગયા હતા.
ગાડીમાં 2 આંગડિયા પેઢીના કર્મચારીઓ આવી રહ્યા હતા. ત્યારે અચાનક ગઠિયાઓએ એક કર્મચારીનું અપહરણ કરી લીધું હતું, જ્યારે બીજાને ગાડીની અંદર ગન પોઈન્ટ પર રાખ્યો હતો. પહેલા એક ગઠિયાએ ગાડી રોકાવા માટે ગનનો ઉપયોગ કર્યો અને ત્યાર પછી જ ગાડી ધીમી પડતા લૂંટની ઘટનાને અંજામ આપ્યો. આ દરમિયાન ગાડી ધીમી થઈ ગઈ હતી અને અન્ય ગઠિયાઓએ ગન પોઈન્ટ પર ગાડીના દરવાજા ખોલવા માટે જણાવ્યું હતું. એટલું જ નહીં તેમણે ત્યાર પછી એક પછી એક ગાડીના દરવાજા ખોલ્યા અને જોતજોતામાં આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી મુદ્દામાલ ચોરી કરવાનું શરૂ કર્યું હતું.
એક શખ્સ કેટલીક રકમ લઈને ભાગતો નજરે પડે છે. જ્યારે બીજા કેટલાક ગાડીમાં અંદર ઘૂસી જતા નજરે પડ્યા છે. આ શખસો મુદ્દામાલ લૂંટીને ફરાર થઈ ગયા હતા. બનાવને લઈ પોલીસનો ધમધમાટ શરૂ થયો હતો પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ આદરી હતી આ લખાઈ છે ત્યારે રાત્રીના 8/50 કલાકે પોલીસને મોટી સફળતા મળી છે સમગ્ર ઘટનામાં પોલીસે ત્રણ શખ્સોને ગિરફ્તાર કરી લીધા છે. ગણતરીની કલાકોમાં ઘટનાના મૂળ સુધી પોહચી ઘટનાને અંજામ આપનાર ત્રણ લૂંટારુઓને ઝડપી લઈ અન્ય બે શખ્સોની હજી પોલીસને તલાશ છે. જેને ઝડપી લેવા અલગ અલગ ટિમો કામે લાગી છે. સમગ્ર મામલામાં પોલીસ કેટલોક મુદ્દામાલ પણ કબ્જે લીધો છે