Sihor
પેપરના મુદ્દે સિહોર યુથ કોંગ્રેસ પ્રમુખ ધવલ પલાણીયાએ આક્રોશ વ્યક્ત કર્યો
દેવરાજ
- રાજ્યના 9 લાખથી વધુ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં ; ધવલ પલાણીયા
રાજયમાં ગઇકાલે લેવાનાર જુનીઅર કલાર્કની પરીક્ષાનું પેપર ફુટી જતા તેના વિરોધમાં સિહોર યુથ કોંગ્રેસ પ્રમુખ ધવલ પલાણીયાએ રોષ વ્યકત કર્યો છે તેઓએ કહ્યું છે કે કમનસીબે ગુજરાત સરકાર અને તંત્રની બેદરકારીને લીધે પરીક્ષાનું પેપર અગાઉના દિવસે જ ફુટી ગયું જેથી લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. એક તરફ વાર્ષિક બે કરોડ રોજગારીની વાતો કરતી, આ સરકાર માત્ર એક સામાન્ય વર્ગ-૩ ની પરીક્ષા જુનિયર કલાર્કની પરીક્ષા પણ નથી લઇ શકતી, ગુજરાત સરકારમાં પેપર લીંકની પ્રક્રિયા હવે જાણે એક પ્રકારે પરંપરા બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે.
પેપર લીંક કૌભાંડ બાબતે જવાબદાર તમામ વિરૂધ્ધ કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે વધુમાં કહ્યું કે ગુજરાત સરકાર તમામ રીતે પરીક્ષા લેવામાં નિષ્ફળ નીવડી છે. સરકારી પ્રેસ હોવા છતા કોના ઇશારે પેપરો ખાનગી પ્રેસોમાં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે અને હવે પછી એક પણ પેપર ખાનગી પ્રેસમાં ના છપાય તેવી જોગવાઇ કરવામાં આવે. જો આવી જ સરકારની નીતી રીતી રહેશે તો આવનારા સમયમાં વિદ્યાર્થીઓનું જીવન અંધકારમય થઇ જશે. ભાજપ સરકારમાં લાખો યુવાનો બેરોજગાર થઇ ગયા છે.