Connect with us

Sihor

સિહોરના વોર્ડ નં. 5 માધવનગર 1 સોસાયટીમાં ગટર અને વરસાદી પાણીનો નિકાલ જ થતો નથી

Published

on

Sihore Ward No. 5 Madhavnagar 1 Society does not have sewage and rainwater disposal

પવાર

સ્થાનિક લોકોએ આક્રોશ સાથે રજુઆત કરી, રહીશો કાદવ કીચડ, ગંદકી અને મચ્છરો વચ્ચે સબડી રહ્યા છે, વરસાદી પાણીનો નિકાલ ન થતાં સોસાયટીઓમાં ભરાયેલાં પાણીથી લોકો ત્રસ્ત, વરસાદી પાણી ભરાવાથી પ્રિ-મોન્સૂન કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા

સિહોર વોર્ડ નં-5માં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી.જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.તેમજ રહીશોને કાદવ-કીચડમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. વોર્ડ નં-5માં આવેલ માધવનગર 1 સોસાયટીમાં અનેક પરિવારો રહે છે. ઘરોની આજુબાજુમાં છેલ્લા ઘણા સમયથી ગટર અને વરસાદી પાણી ભરાઇ રહ્યુ છે.જેના કારણે પાણી દુર્ગધ મારે છે.પાણીનો નિકાલ ન થવાના કારણે ઠેર ઠેર ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ રહ્યુ છે.આ કુંટુબોને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે.વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે સ્થાનિરો મુશ્કેલીમાં મુકાયા છે.

Sihore Ward No. 5 Madhavnagar 1 Society does not have sewage and rainwater disposal

ખાડાઓ વરસાદી પાણીથી ભરાયેલા છે.પાણી ભરાઇ રહેવાના કારણે પાણીમાંથી દુર્ગધ મારે છે.પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે તેમજ ભારે વરસાદના કારણે વરસાદી પાણી નિકાલ થઇ શકતો નથી. સ્થાનિકોની માંગ છે કે ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે. પાલિકા વિસ્તારમાં પ્રિ-મોન્સુનની કામગીરી કાગળ ઉપર કરવામાં આવી હોય તેમ માધવનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહી થતાં બેટમાં ફેરવાઇ હોઈ તેવી સ્થિતિ છે. વરસાદી પાણીના ભરાવાથી અવર જવરમાં હાલાકી પડી રહી છે. ઉપરાંત નાના બાળકો અને વડિલોને ઘરની બહાર નિકળવું જોખમી બની જાય છે. વરસાદી પાણીના નિકાલ માટે નક્કર આયોજન કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!