Sihor
સિહોર વોર્ડ 7 રામનાથ વિસ્તારમાં 15 દિવસથી પાણી નથી મળ્યું ; રહીશોનો દેકારો ; કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ પાલિકાએ પોહચ્યા

પવાર
સિહોર શહેરના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની સમસ્યા વધી છે અને પાણી પ્રશ્ન વિકટ બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, આવુ જ આજે બુધવારે શહેરના વોર્ડ 7માં જોવા મળ્યુ હતું. રામનાથ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીના ધાંધીયા જોવા મળી રહ્યા છે તેથી આજે રહીશો રજુઆત માટે કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ સાથે પાલિકાએ દોડી આવ્યા હતા અને ચિફઓફિસર પાસે રોષ ઠાલવ્યો હતો. પાણી નીયમીત અને પ્રેસરથી આપવા માંગણી કરી હતી. શહેરના વોર્ડ 7 રામનાથ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીના ધાંધીયા છે. ઉનાળામાં પાણી જરૃરીયાત વધુ હોય છે પરંતુ પાલિકા દ્વારા પાણી આપવામાં આવતુ નથી તેથી લોકો પરેશાન થઈ ગયા છે. પાણી પ્રશ્ને આ વિસ્તારના રહીશોએ વારંવાર રજુઆત કરી છે પરંતુ કોઈ પગલા લેવામાં આવતા નથી.
પાણીની ખૂબ મૂશ્કેલી હોવાનુ સ્થાનીક રહીશોએ જણાવ્યુ હતું. પાણીના પ્રશ્ને આજે બુધવારે જયદીપસિંહ ગોહિલને સાથે રાખી રહીશોનું ટોળુ રજુઆત માટે નગરપપાલિકા દોડી આવ્યુ હતુ અને ચીફ ઓફિસરને મળ્યા હતાં. રહીશોએ ચીફ ઓફિસર પાસે પાણીની સમસ્યાની માંડીને વાત કરી હતી અને અધિકારીએ તંત્ર વિભાગના જવાબદારોને પાણી પ્રશ્ન હલ કરવા સુચના આપી હતી. વોર્ડ 7 રામનાથ વિસ્તારમાં પાણી નીયમીત આવતુ નથી અને પ્રેસરથી પણ આવતુ નથી તેથી પાણી નીયમીત તેમજ પ્રેેસરથી આપવા મહિલાઓએ રજુઆત કરી હતી. કોંગ્રેસના પ્રમુખ જયદીપસિંહે પણ વોર્ડ 7માં પાણી પ્રશ્ન હલ કરવા રજુઆત કરી હતી હાલ ચીફ ઓફિસરે પાણી પ્રશ્ન હલ કરવા ખાતરી આપી છે ત્યારે પાણી સમસ્યા હલ થશે કે નહી? તેની રાહ જોવી જ રહી.