Connect with us

Sihor

સિહોર : પરીક્ષાનો ભય દુર કરવા વિદ્યામંજરી અનોખી પહેલ, બોર્ડના વિધાર્થીઓ માટે પહેલીવાર યોજાઇ ટેલેન્ટ એક્ઝામ

Published

on

sihore-vidyamanjari-unique-initiative-to-remove-the-fear-of-exams-talent-exam-was-held-for-the-first-time-for-the-students-of-the-board

Pvar

  • શંખનાદ મિડીયા પાર્ટનર શિપ સાથે સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસમાં ધો.10 ના વિદ્યાર્થીઓ માટે ઓપન સિહોર તાલુકા બોર્ડ ટેલેન્ટ એક્ઝામનું આયોજન

સામાન્ય રીતે બાળકો જયારે પરીક્ષા આવે ત્યારે ડરી જતા હોય છે,અને બાળકો પરીક્ષા આપવા જવાથી ડરતા હોય છે.બાળક જયારે તણાવમાં આવી જાય ત્યારે કોઈ આપઘાત કરી બેસે છે,આવા સમયે બાળકના મન માંથી પરીક્ષાનો ભય દુર કરવો જરૂરી બને છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાતી હોય છે,ત્યારે આ વખતે પણ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાવાની છે.જે બાળક પેહલી વાર બોર્ડની પરીક્ષા આપતું હોય છે તેનો ભય દુર કરવા માટે થઈને સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ દ્વારા અનોખી પહેલ કરી રહ્યા છે.

sihore-vidyamanjari-unique-initiative-to-remove-the-fear-of-exams-talent-exam-was-held-for-the-first-time-for-the-students-of-the-board

પરીક્ષાનો આ ભય દૂર કરવા વિધાર્થીઓ માટે પહેલીવાર ટેલેન્ટ બોર્ડ પરીક્ષા યોજાઈ ગઈ છે શંખનાદ મિડીયા પાર્ટનર અને સિહોર વિદ્યામંજરી સંસ્કૃતિ સ્કુલ દ્વારા સિહોર તાલુકાના ધો.10 ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ એકઝામનું આયોજન કરવામાં આવ્યુ છે. સિહોરની સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સિહોર તથા સંસ્કૃતિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે સિહોર તાલુકાની જુદી-જુદી શાળાઓમાં અભ્યાસ કરતાં ધો-10 ના વિદ્યાર્થીઓ માટે ઓપન સિહોર તાલુકા બોર્ડ ટેલેન્ટ એક્ઝામ(મોક એક્ઝામ)નું વિશેષ આયોજન આજથી શરૂ કરવામાં આવ્યું.

sihore-vidyamanjari-unique-initiative-to-remove-the-fear-of-exams-talent-exam-was-held-for-the-first-time-for-the-students-of-the-board

આ પરીક્ષા આપવા માટે કુલ 427 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું. જેમાંથી સિહોર તાલુકાની જુદી-જુદી શાળાઓમાંથી 384 જેટલા ધો- 10 ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જુદા-જુદા 10 બ્લોકમાં બેઠક વ્યવસ્થા પ્રમાણે બેસાડવામાં આવ્યાં હતા. તા. ૩ને શુક્રવારે બપોરે 4 કલાકે ધો – 10ના વિદ્યાર્થીઓ માટે વિશાલભાઈ ભાદાણી , મેહુલભાઈ ભાલ અને ઉર્મિવ સરવૈયા (મોટીવેશનલ સ્પીકર)નો શૈક્ષણિક સેમિનાર રાખવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થી અને વાલીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

sihore-vidyamanjari-unique-initiative-to-remove-the-fear-of-exams-talent-exam-was-held-for-the-first-time-for-the-students-of-the-board

પહેલી વાર પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓ બોર્ડની પરીક્ષાથી અજાણ હોય છે. પેપરસ્ટાઈલ કેવી હશે, પેપર કેવા હશે અને સૌથી મોટી ચિંતા પરીક્ષા માટે કઈ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં નંબર આવશે તે તમામ વિગતો ને લઈને વિધાર્થીઓ ચિંતામાં જોવા મળે છે. તેની સીધી અસર પરીક્ષાની તૈયારીઓ પર પડતી હોય છે. જેથી અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમની આ પહેલ વિધાર્થીઓનો પરીક્ષાનો ડર દૂર કરવામાં ખુબ મદદરૂપ થશે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!