Sihor
સિહોર તાલુકા પંચાયત નું નવા વર્ષનું અંદાજપત્ર રજૂ કરાયું – વીપક્ષ નેતા એ ઉઠાવ્યો વાંધો
પવાર
- આવક 25 પૈસાની અને ખર્ચો રૂપિયાનો
ગજા વગર ની ગધેડી ને અમદાવાદ નું ભાડું આવક કરતાં ડબલ ખર્ચ કરતી સિહોર તાલુકાના પંચાયતનું આજરોજ સિહોર તાલુકા પંચાયત ની સામાન્ય સભા યોજાયેલ જેમાં. સિહોર તાલુકા પંચાયત સામાન્ય સભા મળેલ જેમાં વર્ષ ૨૦૨૩/૨૪ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવેલ જેમાં વિરોધ પક્ષ નેતા કરણસિંહ મોરી દ્વારા વિવિધ મુદ્દા ઉપર વાંધો લેવાં આવેલ અને આંકડાકીય માયાજાળ બિછાવી હોય તે રીતે અંદાજપત્ર રજૂ કરવામાં આવેલ હોય
તેવો આક્ષેપ કરવામાં આવેલ તદુપરાંત વિપક્ષ નેતા દ્વારા જણાવેલ કે જે હેડે જોગવાઈ કરવામાં આવેલ છે તે હેડે ખર્ચ કરવો જોઈએ તેમજ ખર્ચ નો કરવાનો હોય તો શા માટે જોગવાઇ કરવામાં આવે છે તદ ઉપરાંત વિપક્ષ નેતા દ્વારા જણાવેલ કેવલ ૨૩/૨૪ ની આવક બતાવવામાં આવેલ છે મનઘડત છે અને ૧૦ ગણો તફાવત જોવા મળે છે.
તો જવાબ આપવામાં અધિકારી દ્વારા ગોળ ગોળ જવાબ રજૂ કરેલ આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી લોકો ને પડતી મુશ્કેલીનું નિવારણ કઈ રીતે શક્ય બને તે માટે પ્રયત્ન કરવા જોઇએ અને એક સારા પ્રકાર નો વહીવટ કરવામાં આવે તેવું સભા અધ્યક્ષ ને જણાવેલ હતું.