Sihor
સિહોર તાલુકા ખરીદ વેચાણ સંઘ અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત ભાજપનો કબ્જો

પવાર
તાલુકા ખરીદ વેચાણ સંઘ ચૂંટણીમાં 9 સીટમાં 6 સીટ પર ભગવો લહરાયો, 3 સીટ કોંગ્રેસના ફાળે,
આજ સુધી સિહોર તાલુકા ખરીદ વેચાણ સંઘ કોગ્રેસ પાસે વર્ષોથી કબજો હતી ત્યારે પ્રથમ વખત ચૂંટણી થયા સિહોર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં આજરોજ ભાજપે કબજો મેળવ્યો હતો જેને લઇ ભાવનગર ડીસ્ટ્રીક કો. ઓપ.બેંક ના ચેરમેન કેશુભાઇ નાકરાણી ચૂંટણીના મતદાન સમયે અને મતદાન ગણતરી ના સમયે ખાસ ઉપસ્થિત રહી ઉમેદવારો ને ઉત્સાહ પૂરો પાડ્યો હતો સિહોર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી તા.14/5ના રોજ યોજાયેલ જેમાં કુલ 9 ઉમેદવારો માંથી 3 ઉમેદવારો બિનહરીફ થયેલ જેમાં રમેશભાઈ બોઘાજીભાઈ રાઠોડ,મનુભાઈ ટપુભાઈ મોરી તેમજ મોહનભાઈ અરજણભાઇ વાઘાણી થયા હતા.
જ્યારે આજરોજ ચૂંટણી અધિકારી અને સિહોર મામલતદાર શ્રી જોગસીહ દરબાર ની સીધી દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાયેલ જેમાં કુલ મતદારો 30 ના મતદાન સામે 6 ઉમેદવારો ની ચૂંટણી થતા તેમાં એક માં ટાઈ પડતા ચીઠ્ઠી કાઢતા તેમાં ભાજપ ના ઉમેદવાર બળદેવસિંહ નટવરસિંહ ગોહિલ વિજેતા થયેલ ભાજપ ની બહુમતી સાથે ,બળદેવસિંહ ગોહિલ નટવરસિંહ ગોહિલ,ભરતસિંહ દિલુભા ગોહિલ,મનુભાઈ માધુભાઈ સોલંકી જેઓ વીજેતા થતા ભાજપે સિહોર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો સાથે કોંગ્રેસ માંથી શ્રી અશોકભાઈ ઉલવા ( ટાણા ) વિઠ્ઠલભાઈ વાઘાણી (નાનાસુરકા) નીરુભાઈ ગોહિલ (મગલાણા) નો વીજય થતા કોંગ્રેસ આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાભર્યો જંગ રહ્યો હતો ચૂંટણી કામગીરી ને લઈ અધિકારી ,સ્ટાફ, અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો