Connect with us

Sihor

સિહોર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી. ની વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ

Published

on

Sihore Taluka Cooperative Purchase and Sales Union Ltd. Annual General Meeting of

પવાર

શ્રી સિહોર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી. ની ૬૨મી વાર્ષિક સાધારણ સભા તા. ૯/૭/૨૦૨૩ રવિવારે સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠોડના પ્રમુખ સ્થાને ક્રિષ્નાપાર્ટી પ્લોટ, સિહોર ખાતે મળી ગઈ. તાજેતરમાં નવા ડાઇરેક્ટરો અને હોદ્દેદારોની વરણી થઇ જેને સન્માનવામાં આવ્યા. બળદેવસિંહ, જીવરાજભાઈ, વિઠ્ઠલભાઈ, અર્જુનભાઈ, મનસંગભાઈ અને રમેશભાઈએ પ્રાસંગિક વકતવ્યો દ્વારા સભાસદોને માહિતી અને માર્ગદર્શન આપ્યા હતા. જિલ્લા સહકારી બેન્કના વાઇસ ચેરમેન માનસંગભાઇ નકુમ, જી.ખ.વે.સંઘના પ્રમુખ જીવરાજભાઈ, સહકારી આગેવાન અર્જુનભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચૌહાણ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં તાલુકા ની સર્વે મંડળીઓના પ્રમુખ, મંત્રી અને પ્રતિનિધિઓની હાજરીમાં કાર્યસૂચિ પ્રમાણે કાર્યો સર્વાનુમતે કરવામાં આવ્યા.

Sihore Taluka Cooperative Purchase and Sales Union Ltd. Annual General Meeting of

ઇફકો કંપનીના એરિયા મેનેજર શ્રી વિજયસિંહ ઝાલાએ નેનો યુરિયા, નેનો ડી.એ.પી., સાગરીકા અને અન્ય ઉત્પાદનો વિષે ખેતઉત્પાદન લક્ષી વિસ્તૃત માહિતી આપી હતી. ક્રીભકોના એરિયા મેનેજર મયુરભાઈ સરધારા, ગુજકોમાશોલના લાઇજન ઓફિસર નીલાંગ વાઘાણી અને જિલ્લા સંઘના મેનેજર કિરીટભાઇ ભટ્ટ વગેરેની પ્રોત્સાહક ઉપસ્થિતી. હતી. શાબ્દિક સ્વાગત, સમગ્ર કાર્યકર્મનું સફળ સંચાલન અને આભારદર્શન સંઘના વાઇસ ચેરમેન બળદેવસિંહ ગોહિલે કરેલ.

error: Content is protected !!