Sihor
સિહોર : ખાંભા ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત વખત પહોંચી એસટી બસ : લોકોએ પૂજા કરી સ્વાગત કર્યું
પવાર
- આજથી ભાવનગર પાલીતાણા વાયા ખાંભા એસટી બસની શરૂઆત, અત્યાર સુધી લોકોને હેરાનગતિનો પાર ન હતો, અમુક સમયે તો લોકોને સિહોર કે સાગવાડીના રોડ સુધી ચાલતાં આવવું પડતું, મહિલા સરપંચની રજુઆત રંગ લાવી
સિહોરને અડીને આવેલા ખાંભા ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત જ એસટી બસની સુવિધા શરૂ થઈ છે. સિહોર તાલુકાના ખાંભા ગામના લોકો આઝાદીથી અત્યાર સુધી એસટી બસની સુવિધાથી વંચિત હતા. ગામ સુધી પહોંચવા લોકોને ખૂબ હેરાનગતિ ઉભી થતી હતી ખાંભા ગામમાં સૌ પ્રથમ વખત જ શણગારેલી બસ પહોંચતા ગામ લોકો એકઠા થયા હતા. પ્રથમ વખત જ ગામમાં આવેલી બસની પૂજા અગરબત્તી કરી અને સ્વાગત કર્યું હતું. અત્યાર સુધી ગામના લોકોએ તાલુકા મથક સિહોર કે સાગવાડી સુધી જવું હોય તો ખાંભા ગામના લોકોએ ચાલતા નજીકના ગામ સુધી જવું પડતું હતું. જ્યાં એસ.ટી. બસ કે અન્ય પ્રાઇવેટ વાહનની સુવિધા ચાલતી હોય. મહત્વપૂર્ણ છે કે આ અતિ છેવાડાનો વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં પ્રાઇવેટ વાહનો પણ ચાલતા ન હતા અને જે એકલ દોકલ વાહન ચાલતાં તેમાં પણ જીવના જોખમે આ મુસાફરી કરવી પડતી હતી.
પરંતુ મહિલા સરપંચ શિલ્પાબેન મોરીએ એસટી વિભાગો અને સરકારમાં અનેક વખત પોતાના ખાંભા ગામમાં એસ.ટી.ની સુવિધા શરૂ કરવા માટે માંગ કરી હતી. જે પ્રયાસોથી એસટી બસની સુવિધા શરૂ થઈ છે. પાલીતાણા એસટી ડેપોથી બસને શણગારી અને પ્રથમ વખત ખાંભા ગામ મૂકવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ તેમજ સ્થાનિક જન પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ વખત જ ખાંભા ગામમાં બસ પહોંચતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પ્રથમ વખત જ ગામમાં આવેલી બસની દીવાબત્તી, પૂજા અર્ચના કરી સ્વાગત કર્યું હતું. ગામમાં આવેલી બસમાં ચડીને યુવકોએ બસની સાથે ફોટા પડાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. આઝાદી બાદ પ્રથમ વખત જ એસટી બસની સુવિધા શરૂ થતા લોકો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે..