Sihor
સિહોર રથયાત્રા કાઉન ડાઉન ; પેટ્રોલીંગ, વાહન ચેકીંગ, મહોલ્લા બેઠકોનો ધમધમાટ

દેવરાજ
સિહોર નગરમાં નીકળનાર રથયાત્રા અન્વયે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ફૂટ-પેટ્રોલીંગ તેમજ વાહન ચેકીંગ અને મહોલ્લા બેઠકો શરૂ કરી છે. ૨૦ જુનના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળનાર છે. આ વર્ષે પણ સિહોરમાં રથયાત્રા નીકળનાર ભગવાન જગનનાથની રથયાત્રા દરમ્યાન કોઇ અનિચ્છિનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના અનુસંધાને શહેરના પોલીસ અધિકારીઓ પીઆઇ, પીએસઆઇ, કર્મચારીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું .
સિહોર સાથે રાજ્યમાં રથયાત્રાનો માહોલ છે તો ઉત્સાહની કમી નથી . ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શહેરમાં નીકળનારી રથયાત્રાને લઈ પોલીસ તરફથી રથયાત્રા રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અષાઢીબીજ રથયાત્રા અનુસંધાને ગઈકાલે પીઆઇ ભરવાડ અને પીએસઆઇ ગૌસ્વામી સહિત સ્ટાફે મહોલ્લા બેઠક યોજી હતી. તેમજ મહોલ્લા વિઝીટ કરવામાં આવી હતી જેમાં આગેવાનો સાથે કોમી એકતા જાળવવા જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા.