Sihor
સિહોર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગેની વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા પ્રાથમિક શાળામાં સેમીનાર યોજાયો
![sihore-police-organized-a-seminar-in-primary-school-to-create-awareness-among-students-about-cyber-crime](https://shankhnadnews.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-08-at-12.27.57-PM-1.jpeg)
આજના ટેકનોલોજીના યુગમાં મોબાઇલ,ઈન્ટરનેટ તથા સાયબર થી બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ ફ્રોડ મોબાઇલ કોમ્પ્યુટર લેપટોપ ટેબલેટ ઇન્ટરનેટ ના માધ્યમ થી કાયદા કાનૂનનો ભંગ કરીને કરાતી છેતરપિંડી લાલચ આપવી ડિજિટલ ડેટાની ચોરી પાસવર્ડ કે ઓટીપી લઈ નાણાંની ઉપાડવાની ચોરી તેમજ અન્ય પ્રવૃત્તિઓ દ્વારા લોકો અને વિધાર્થીઓ સાયબર ક્રાઇમ ના ભોગ બનતા હોય છે.
ત્યારે આજે સિહોર પોલીસના હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ગૌસ્વામી તેમજ પોકો અજયભાઈ ગોહિલ દ્વારા સાયબર ક્રાઇમ ફ્રોડ ને અટકાવવાના તેમજ જાગૃતિ લાવવા સિહોર કંસારા બજારમાં આવેલ દેદારજી કુવા પાસે આવેલ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ સાથે સેમીનાર યોજી સમગ્ર માહિતી પૂરી પાડી હતી
વિદ્યાર્થીઓમાં સાયબર હેકિંગ સાયબર થી થતા ફ્રોડ અંગેની જાગૃતતા કેળવાય અને આ પ્રકારના સાયબર ગુનાનો ભોગ બનતા અટકે તે માટે સાયબર થી થતા ક્રાઇમને અટકાવવાના સુચનો વિષય પર વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી.આધુનિક યુગમાં લોકો ઈન્ટરનેટનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે
જેના કારણે સાયબર ક્રાઇમ ના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે તેથી વિદ્યાર્થીઓમાં સાયબર ફ્રોડથી બચાવવા અને લોકો પોતાની જાતે જ જાગૃત થાય તે માટે સિહોર પોલીસ કર્મીઓ દ્વારા સેમીનાર યોજી વિદ્યાર્થીઓ સાયબર ક્રાઇમ અંગે જાગૃત થાય અને સાઇબર ક્રાઇમ નો ભોગ ન બને તેવો પ્રયાસ હાથ ધરાયો હતો. આ સાઈબર ક્રાઇમ સેમીનારમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો