Sihor
સિહોર નગરપાલિકા કામદારોને OBC કવોટામાં ભરતી કર્યા પણ કામ ઓફિસમાં બેસવાનું ; માવજી સરવૈયા
કાર્યાલય
- સરકારનો એવો વિકાસ કે સિહોર નગરપાલિકાની સફાઈ કામદારની ભરતીમાં પ્રમુખ ઉપ પ્રમુખના ભાઈ ભાણેજ ને OBC ક્વોટાના નામે સફાઈ કામદાર તરીકે ભરતી કરાવવી પડી પરંતુ રોડ ની સફાઈ કરતાં શરમ લાગે છે – માવજી સરવૈયા
સિહોર નગર પાલિકા દ્વારા વર્ષ-2022 માં છેલ્લા 22-22 વર્ષથી સિહોર નગરપાલિકામાં સફાઈ કામ કરતાં સફાઈ કામદારો રોજમદાર તરીકે સફાઈ કામ કરતા હતા તેના માટે સફાઈ કામદાર ની ભરતી કરવામાં આવી હતી જેમ OBC ક્વોટા અનામત ના નામે મળતીયાઓની ભરતી કરવામાં આવી છે પ્રમુખના ભાઈ વિજયભાઈ નકુમ અને ઉપ-પ્રમુખના ભાણેજ વિપુલભાઈને અને કમિશ્નર ઓફિસ નગરપાલિકાઑ ના અધિકારી ડામોર સાહેબના સબંધી ST અનામત માં સફાઈ કામદાર તરીકે ભરતી કરાયા પરંતુ આ લોકો ને ગામની સફાઈ-કામ કરતાં શરમ અનુભવાય છે
કારણ કે કારડીયા રાજપૂત સમાજનો યુવાન ગામની સફાઈ કેમ કરે કોળી સમાજનો યુવાન સફાઈ કામ કેમ કરે આ લોકોને માત્ર ઓર્ડર સફાઇ કામદાર તરીકે અને નોકરી ઓફિસમાં કરવાની સફાઈ તો માત્ર દલિતો-વાલ્મીકિ સમાજના લોકોએ જ કરવાની આવી નીતિ BJP ના સત્તાધીસોની છે સિહોર નગરપાલિકાના પ્રમુખ દ્વારા તેની સતા નો દુર-ઉપયોગ કરી OBC કવોટા માં તેમના મળતીયાઓ ની ભરતી કરાવી જાતિવાદ રાખી માત્ર સફાઈ કામ દલિત અને વાલ્મીકિ સમાજના લોકોજ કરે છે તેમ છતાં તેમના ભાઈને સફાઈ કામદાર તરીકે ભરતી કરાવી ઓફિસમાં બેસાડી પગાર લેતા હોય તેમની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હોવાનું માવજીભાઇ સરવૈયાની યાદીમાં જણાવ્યું છે