Sihor
સિહોર નગરપાલિકા દ્વારા NULM યોજના અને PM સ્વનિધી યોજનાનાં લાભાર્થીઓ માટે SBI અધિકારીઓ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો.
પવાર
કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોની આજીવિકા અને તેમનાં સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ થકી સરળતાથી ધિરાણ મળે તે માટેની વિકાસલક્ષી સ્કિમો ચલાવવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ સિહોર નગરપાલિકા દ્વારા NULM યોજના અને ધિરાણ પેટે આપવામાં આવતી PM સ્વનિધી યોજનાનાં લાભાર્થીઓ માટે સિહોર SBI બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના પૂર્વ ચેરમેન નટુભાઈ મકવાણા, સામાજીક કાર્યકર (NGO) હરીશભાઈ પવાર, SBIના ફિલ્ડ ઓફિસર ઋષિભાઈ તેમજ નગરપાલિકાના વિજયભાઈ વ્યાસ ઉપસ્થિત રહેલ. આ તમામ યોજનાની અમલવારી કરાવવામાં સિહોર SBI શાખાની કામગીરી સરાહનીય છે, SBI દ્વારા હાલ કુલ 662 લાભાર્થીઓને ધિરાણ આપવામાં આવ્યું છે,
ઊપરાંત PM સ્વનિધી યોજના અંતર્ગત સિહોર નગરપાલિકા દ્વારા પણ કુલ 972 લાભાર્થીઓને લાભ અપાવવામાં આવેલો છે. સિહોરના સામાજીક કાર્યકર (NGO) હરીશભાઈ પવાર દ્વારા અપાયેલ માહિતી પ્રમાણે શહેરી આવાસ અને શહેરી ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા કોરોનાનાં કપરા સમયમાં નાના વેપારીઓને કેપિટલ લોન વર્ષ 2019 માં અમલમાં મુકવામાં આવેલ, કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નો લાભ મેળવવા તેમજ સિહોર નગરપાલિકા NULM યોજના માં રેકોર્ડ બ્રેક 965 લોન મંજૂર કરવામાં આવી છે. સિહોર મહિલા મંડળ ખાતે યોજાયેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સિટી મિશન મેનેજર જયવંતસિંહ ગોહિલ તેમજ જીજ્ઞાબેન દવેએ જહેમત ઉઠાવી હતી.