Sihor
સિહોર નગરપાલિકા પાસે ગટરના સાધનનો અભાવ છે, જ્યાં અને ત્યાં ગટરના પાણી – પાણી

દેવરાજ
શહેર સિંહપુર નહિ પરંતુ ગટરની નગરી, જ્યાં અને ત્યાં ગટરના પાણી ઉભરતા જોવા મળે છે, સહયોગી દેવરાજ બુધેલીયાએ ગટર વિભાગના ભાવેશ મલુકાનો સંપર્ક કર્યો હતો, ભાવેશે કહ્યું અમારા પાસે સાધન સામગ્રીનો અભાવ છે, પણ જ્યાં ગટરો ઉભરાય છે તેને વહેલી તકે બંધ કરાશે
સિહોર નગરપાલિકા નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં સરેઆમ નિષ્ફળ ગયું છે, ખાસ કરી જ્યાં જુઓ ત્યાં પાણીના ભરેલા ખાડા અને ઉભરાતી ગટરો જોવા છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જેવા કે માધવનગર, મેરુપાર્ક, જગદીશ સોસાયટી, ગળીયારા વિસ્તાર, જોગીવાડ, ભરવાડપા, મુખ્ય બજાર ભીલવાડા વગેરે અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં જુઓ ત્યાં ગટર ઉભરાતી જોવા મળી રહી છે.
નગરપાલિકાના ગટર વિભાગમાં નવા મુકાયેલા સુપરવાઇઝર જીતુભાઈ છાંટબાર સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગટર વિભાગના સુપરવાઇઝર તરીકેની કામગીરીમાં હું સ્વૈચ્છિક રજા મૂકીને જતો રહ્યો છું અને ભાવેશભાઈ મલુકા સાથે વાતચીત કરવા જણાવ્યું હતું ભાવેશ મલુકાનો સંપર્ક કરતા જણાવ્યું કે વહેલામાં વહેલી તકે બધી ગટરો રીપેરીંગ કરી આપવામાં આવશે હાલના તબક્કે અમારી પાસે વાહનોની અને સાધનોની અગવડતા હોવાને કારણે શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગટરો ઉભરાતી જોવા મળી રહી છે અમે પણ સ્વીકારીએ છીએ પરંતુ અમારી પાસે વાહન સાધન સામગ્રી વગેરેને અગવડતા હોવાથી વહેલામાં વહેલી તકે આ તમામ ગટર બંધ કરી દેવાની ખાતરી આપી હતી.