Connect with us

Sihor

સિહોર એજ્યુકેશન સોસાયટી સમગ્ર જિલ્લામાં શિક્ષણ માટે પ્રેરણાસ્ત્રોત બની છે – ભારતીબેન શિયાળ

Published

on

Sihore Education Society has become a source of inspiration for education in the entire district - Bhartiben Shayal

પવાર

શિક્ષણ દ્વારા સ્વાવલંબી બની સમાજ રાષ્ટ્રનો ઉત્કર્ષ કરીએ : હરીફાઇના યુગમાં શિક્ષણની તમામ ક્ષેત્રે આવશ્યકતા : શિક્ષિત સાથે દિક્ષીત બની સામાજિક દાયિત્વ નિભાવીએ : ભારતીબેન શિયાળ

Sihore Education Society has become a source of inspiration for education in the entire district - Bhartiben Shayal

સિહોર એલ ડી મુની હાઈસ્કૂલ ખાતે ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ,ઇનામ વિતરણને દેશ ભક્તિના કાર્યક્રમમો યોજાયા ; ઉપસ્થિત મહાનુભાવો સહિતએ શાળાની પ્રશંસનીય કામગીરી બદલ શિક્ષકોની સેવાને બિરદાવી સન્માન કરાયું

Sihore Education Society has become a source of inspiration for education in the entire district - Bhartiben Shayal
સિહોર એલ ડી મુનિ હાઈસ્કૂલને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.જેમાં ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતા નૃત્ય નાટકો ગીત સંગીતને સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન સંસ્થા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓએ વિવિધ કાર્યક્રમો આબેહૂબ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવો ને ખુશ કરી દીધા હતા.

Sihore Education Society has become a source of inspiration for education in the entire district - Bhartiben Shayal

આ સમારોહ વિધાર્થીઓને યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્રનો આબેહૂબ અભિનય રજૂ કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓના તેમજ વિવિધ ક્ષેત્રે નામ રોશન કરનાર ભૂતપૂર્વ વિધાર્થીઓના પણ સન્માન કરવામાં આવ્યા હતા.

Sihore Education Society has become a source of inspiration for education in the entire district - Bhartiben Shayal

આ સમારોહમાં મહિલા સાંસદ ભારતીબેન શિયાળ, સિહોર ગૌતમેશ્વર મંદીરના સ્વામી સ્વરૂપાનંદજી, જયેશભાઈ ધોળકિયા, સહિત મહાનુભાવો બહોળી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ એજ્યુકેશન સોસાયટીએ 100 વર્ષની સફળતાપૂર્વક પૂર્ણ કરતા સ્કૂલનું સફળ નેતૃત્વ સાંભળતા આચાર્યને શિક્ષકોની મહેનતને કાર્યશૈલીને શાળામાં અભ્યાસ કરતા તેમજ ભૂતપૂર્વ વિધાર્થીઓ માં શિક્ષણ સાથે સાથે તેના માં સંસ્કારો નું સિંચન કરી વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માં અભ્યાસ સાથે વિવિધ રમત ગમત તહેવારો રાષ્ટ્રીય તહેવારો સહિતની ઉજવણી કરીને 100 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ આ શતાબ્દી મહોત્સવને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Sihore Education Society has become a source of inspiration for education in the entire district - Bhartiben Shayal

અહીં અભ્યાસ કરેલ ભૂતપૂર્વ વિધાર્થીઓ આજે સરકારી માં તેમજ વિવિધ ક્ષેત્રે ઉચ્ચપદવી મેળવી છે રમતગમત ક્ષેત્રે અને ઉદ્યોગક્ષેત્રે સફળતા મેળવી છે.

Sihore Education Society has become a source of inspiration for education in the entire district - Bhartiben Shayal

આ સમારોહમાં શાળા ના ભૂતપૂર્વ વિધાર્થીઓને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીબેન શિયાળએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે, કોઇ પણ રાષ્ટ્ર-રાજ્યનો વિકાસ શિક્ષણ વિના શકય નથી આજના હરિફાઇ-સ્પર્ધાના યુગમાં હરેક ક્ષેત્રે શિક્ષણની આવશ્યકતા છે

Sihore Education Society has become a source of inspiration for education in the entire district - Bhartiben Shayal

ત્યારે યુવાશકિત શિક્ષણ દ્વારા સ્વાવલંબનથી સમાજ-રાષ્ટ્ર-રાજ્યના સર્વગ્રાહી ઉત્કર્ષમાં સહભાગી બને તે સમયની માંગ છે.

Sihore Education Society has become a source of inspiration for education in the entire district - Bhartiben Shayal

ભારતીબેને વધુમાં કહ્યું હતું કે એજ્યુકેશન સોસાયટી અનેકવિધ સામાજિક, શૈક્ષણિક એકમો શરૂ કરી સરસ્વતીની સરવાણી આ સંસ્થાએ વહેતી કરી છે. સંસ્થામાં દાતાશ્રીઓ જે દાન આપ્યું છે તે સમગ્ર ગુજરાત માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

Sihore Education Society has become a source of inspiration for education in the entire district - Bhartiben Shayal

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!