Sihor
સિહોર શહેર ભરવાડ સમાજ “ગોપાલક” દ્વારા સેવા સમાજ ને રૂ.૫૧ હજારનું અનુદાન કર્યું
પવાર
સેવા સમાજ સંસ્થા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરે છે, કમાભાઈ આલગોતર (ઈંટોવાળા)એ પણ ૨૫ હજાર રોકડાનું અનુદાન આપ્યું
સિહોર શહેર ભરવાડ”ગોપાલક” સમાજના આગેવાન દેહુરભાઈ મેર (ન.પા). હરિભાઈ આલગોતર, કમાભાઈ આલગોતર, સાજનભાઈ આલગોતર, હરિભાઈ જોગરાણા, સાજનભાઈ ચોહલા સહિત સમાજના આગેવાનો દ્વારા સિહોર સેવા સમાજ સંસ્થાના અગ્રણી નીતિનભાઈ મહેતા, પ્રદીપભાઈ કલથીયા,તેમજ દિનેશભાઈ દુધેલાને રૂબરૂ મળી
સિહોરના અંતિમધામ ખાતે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી રૂપે રૂ પ૧ હજારનું રોકડ અનુદાન કરેલ.તેમજ ભરવાડ સમાજ ના ઈંટો ઉત્પાદનક્ષેત્રે બહોળું નામ ધરાવતા કમાભાઈ મકા ભાઈ આલગોતર (ઈંટ વાળા)દ્વારા રૂ.૨૫ હજાર નું રોકડ અનુદાન કરેલ જે અંગે સિહોર સેવા સમાજે ભરવાડ સમાજના અગ્રણીઓનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો