Connect with us

Sihor

સિહોર કંસારા બજારમાં પાણીની રામાયણ રસ્તે આવી – મહિલાઓ બેડાં અને હાંડા સાથે રસ્તા ઉપર ઉતરી – મીડિયા સમક્ષ હૈયા વરાળ ઠાલવી

Published

on

sihore-came-to-kansara-bazar-on-a-watery-ramayana-route-women-marched-up-the-road-with-irons-and-handa-steamed-before-the-media

Pvar

વર્ષો સુધી પાણીની સમસ્યાનો સામનો કરતી સિહોરની પ્રજા ચુંટણી સમયે નેતાઓના વાયદાઓ માં આવી જઈ મતદાન કરતી પરંતુ ચુંટણી પૂર્ણ થતા તું કોણ અને હું કોણ ની જેવી સ્થિતિ બની જતી.જેને લઇ સિહોરની પ્રજાએ સ્થાનિક તંત્ર-ધારાસભ્ય-સાંસદ સહિતના લોકોને આ મામલે રજૂઆત કર્યા બાદ પણ આજદિન સુધી પરિસ્થિતિ સુધારવાને બદલે કથળી છે અને આજે સિહોરની જનતાને ૧૫ દિવસે એકવાર પીવાનું પાણી મળે છે ત્યારે આજે સિહોરની મહિલાઓ બેડા સાથે માર્ગો પર ઉતરી હતી અને પાણી આપો-પાણી આપો ની માંગ સાથે સુત્રોચ્ચાર કરી નગરપાલિકા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ મહિલાઓએ ભારે રોષ સાથે જણાવ્યું કે એક તો ૧૫ દિવસે પાણી આવે અને એ પણ ડહોળું-વાસ મારતું અને જંતુ યુક્ત પાણી તેનો કેમ ઉપયોગ કરવો, સિહોરમાં વર્ષો પહેલા ૫ કરોડના ખર્ચે બનેલો ફિલ્ટર પ્લાન્ટ ક્યારેય શરુ ન થઇ શક્યો અને પ્રજાના ચાર કરોડ રૂ. પાણીમાં ગયા જયારે સિહોરની જનતાને ક્યારેય ફિલ્ટર પાણી પણ ના મળ્યું ત્યારે ડહોળું-વાસ મારતા પાણી ના વિતરણ કરતી નગરપાલિકા શાસકો સામે સ્થાનિકોની ભારે નારાજગી સામે આવી છે

sihore-came-to-kansara-bazar-on-a-watery-ramayana-route-women-marched-up-the-road-with-irons-and-handa-steamed-before-the-media

નગરપાલિકા તંત્રની અણાવડત ને કારણે સિહોરની પ્રજાને પાણી માટે વલખા મારવા પડે છે. સિહોરમાં છેલ્લા પંદર વિસ દિવસથી દરેક વિસ્તારમાં પાણી વિતરણ પુરવઠો ખોરવાય જતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ ગેરવ્યવસ્થા ઉભી થતા તંત્રની પણ અણઆવડત ઉડી ને સામે આવી ગઇ હતી. સમગ્ર શહેરમાં પાણી ને મામલે મહિલાઓ કાળઝાળ બની છે. નગરપાલિકા માં ઘેરાવો સાથે બેડાં યુદ્ધ માટે ઘસી આવી હતી. ત્યારે આજે સિહોરના કંસારા બજારમાં પણ પંદર પંદર દિવસ નીકળી ગયા હોવા છતાં પાણી નું ટીપું પણ નહિ દેખાતા બેડાં હાંડા સાથે રસ્તા ઉપર ઉતરી ને નગરપાલિકા વિરુદ્ધ માં સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે મહિલાઓ એ મીડિયા સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી ને પાણી વગરની તેમની કપરી પરિસ્થિતિની દુઃખદ કહાની વર્ણવી હતી. આ પાણી વગરના પંદર દિવસ જો કોઈ સતાધીશના ઘરની મહિલાઓ ઉપર વીત્યા હોય તો તેમને આ પીડાનું ભાન થાય..

Continue Reading
Advertisement
error: Content is protected !!