Sihor
સિહોર ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિ નો ઇનામ વિતરણ યોજાયો

દેવરાજ
સિહોર ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ અને જ્ઞાતિ મંડળ આયોજિત ૨૫મો ઇનામ વિતરણ મહોત્સવ સિહોરના ટાઉનહોલ ખાતે અજયભાઈ શુક્લની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં જ્ઞાતિના સહિયારા પુરુષાર્થ થી યોજાયેલા ઇનામ વિતરણ મહોત્સવ સાથે તેજસ્વી તારલાઓ ને ઇનામ તેમજ નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જ્ઞાતિ પ્રમુખ અજયભાઈ શુક્લ દ્વારા તમામ ને આવકાર્યા હતા અને જ્ઞાતિના તરલાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે જ્ઞાતિ ટ્રસ્ટી મહેશભાઈ દવે,પ્રમોદભાઈ પંડ્યા,કૌશિક વ્યાસ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૌશિકભાઈ વ્યાસ, વિરાજબેન જોષી,મુકેશભાઈ જોષી, બ્રિજેશભાઈ જોશી,બળવંત ભાઈ ત્રિવેદી તથા વિશાલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.