Sihor
સિહોરમાં બંધન પાર્ટી પ્લોટ ખાતે ચાલતી વિજ્ઞાનમય શિવ કથાનો ભરપુર લાભ લેતા સિહોરજનો

બ્રિજેશ
ગત તારીખ 8/8/2023 ને મંગળવાર થી પ્રારંભ થયેલ શિવમહાપુરાણ વિજ્ઞાન મય ગાથા માં જે.વી.ધાનાણી સાહેબ ના શ્રી કંઠે થી સંગીતમય શૈલીમાં પ્રથમ દિવસે પોથીયાત્રા બાદ મહંત શ્રી જીણારામજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કથા નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો.
જેમાં શિવ કથા મહાત્મય,દ્વિતીય દિવસે અગ્નિસ્તંભ પ્રાગટ્ય,લિંગ પૂજન મહિમા,મંત્ર વિજ્ઞાન તેમજ તૃતીય દિવસે શિવ નૈવેદ્ય,રુદ્રાક્ષ નું મહત્વ,સૂર્ય ચિકિત્સા તેમજ રંગ ચિકિત્સા નું વૈજ્ઞાનિક મહત્વ કથા ના માધ્યમ થી લોકો સુધી સમજાવવામાં આવ્યું હતું કથા ના અંત માં લોકો સામૂહિક આરતી કરી પ્રસાદ લઈને ધન્ય બને છે..