Sihor
સિહોર ; ટામેટાના ભાવ ભડકે બળ્યા, બે ગણા ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Pvar
રાજ્યમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે. વરસાદની શરૂઆત થતા જ ફરી એકવાર શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગનું બજેટ ખોરવાયું છે. સામાન્ય રીતે 20થી 40 રૂપિયા કિલો વેચાતા ટામેટાના ભાવ 80થી 100 રૂપિયા કિલોની આસપાસ પહોંચ્યા છે. એટલે બે ગણા ભાવ વધારાથી લોકોના બજેટ માઠી અસર પહોંચી છે. ગુજરાત સહિત જુદા-જુદા રાજ્યમાં શાકભાજીના ભાવ અસામાને પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે અને હજી ભાવમાં ઉછાળો થશે તેવી શક્યતા શાકભાજી વિક્રતા વ્યક્ત કરી રહ્યા છે. ભાવ વધારા પાછળ ઉનાળામાં ટામેટાને નુકશાન પહોંચ્યુ છે અને પુરવઠા કરતા માગ વધુ હોવાથી તેની અસર કિંમત પર નોંધાઈ છે. મહારાષ્ટ્રથી મોટાભાગે ટામેટાનું ઉત્પાદન થતું હોય છે. તેમજ જુદા-જુદા રાજ્યમાં નિકાસ કરવામાં આવતી હોય છે.
પરંતુ આ વખતે આકરી ગરમીના કારણે ટામેટાના પાકને ભારે નુકશાન પહોંચ્યુ છે. જેમાં ઉત્પાદન ઓછું થતા તેની માગમાં પુષ્કળ વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર ટામેટાના ભાવ પર જોવા મળી છે. સિહોર માર્કેટમાં થોડા દિવસ પહેલા 40થી 50 રૂપિયા કિલો વેચાતા ટામેટાના ભાવ હાલ 100 રૂપિયા કિલોને પાર પહોંચ્યા છે. જેને લઈ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. શાકભાજીના વિક્રતાઓ પણ ગ્રાહકોને મોંઘા ભાવે ટામેટા વેચતા લોકોની ખરીદ શક્તિ પણ ઘટી છે. આગામી દિવસોમાં ઉત્પાદનમાં વધારો થાય તો ભાવમાં નિયંત્રણમાં આવી જશે તેવું શાકભાજીના વેપારીઓ જણાવી રહ્યા છે. હાલ ટામેટાની દરેક શાકમાં જરૂરિયાત પડતી હોવાથી લોકો મોંઘી કિંમતે પણ ટામેટા ખરીદવા મજબૂર બન્યા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. અન્ય રાજ્યમાં ભારે વરસાદ પડતા શાકભાજીને નુકશાન પહોંચ્યુ છે. જેના પગલે કેટલાક રાજ્યમાં વાહનવ્યહાર પણ ઠપ થઈ ગયો છે. જેના કારણે હજી આગામી દિવસોમાં ભાવવધારો થઈ શકે છે.