Sihor
સિહોર ; પોલીસ મથકની દીવાલે રહેલી ટપાલ પેટીની વ્યથા પણ આવી જ કઈક હશે.. મારો પણ જમાનો હતો કોણ માનશે

પવાર
પહેલા ટપાલનો સોર્સ લોકોના જોડાણનું એકમાત્ર માધ્યમ હતું આજે સોશિયલ મીડિયા ; ભૂલાતી જતી ટપાલ અને ટપાલ પેટી
એક સમય હતો, જ્યારે એક બીજાને જોડી રાખવાનો માધ્યમ એક માત્ર ટપાલ હતી. પરંતુ, આજે એની જગ્યા સોશિયલ મીડિયાએ લઈ લીધી છે. કઈ પણ હોય, તાત્કાલિક એક બીજાને શેર કરતા હોય છે, પરિણામે ટપાલ મરણ પથારીએ આવી ગઈ કહીએ તો ખોટું નથી. પહેલા ટપાલ એવું માધ્યમ હતું, જેનાથી દૂર દૂર સુધીના લોકોને જોડી રાખતું હતું. ખબર અંતર અંગે પણ ટપાલથી જાણતા હતા. જ્યારથી મોબાઈલ યુગનો પ્રવેશ થયો, ત્યારથી ટપાલ વિભાગની સ્થિતિ કથળી છે. આવનારી પેઢી માટે કદાચિત ટપાલપેટી મ્યુઝિયમમાં જોવા મળે તો નવાઈ નહિ. જેનું કારણ આજે ડીઝીટલ યુગમાં સોશિયલ મીડિયા જ આપ લે થતું રહે છે.
ટપાલ કે પોસ્ટકાર્ડ આજની પેઢી માટે વિષય બહારનો પ્રશ્ન બની ગયો છે. હાઈટેક જમાનામાં ટપાલનું સ્થાન ઈમેલ અને મેસેજે લઇ લીધું છે. ખભા પર જથ્થાબંધ કાગળ ભરેલો થેલો અને ખાખી કપડા અને માથે ટોપી પહેરી સાઇકલ પર સવાર થઈને આખું ગામ ખૂંદતા ટપાલી… આજે નહિવત્ જોવા મળે છે કારણ કદાચ સમય પરિવર્તન અને ટેક્નોલોજીને આપી શકાય. સમય સાથે બદલાતા રહેવું જોઈએ અને સમયની સાથે રહેવું જરૂરી છે પરંતુ ક્યારેક તક મળે ત્યારે આપણા વર્ષો જુના વારસા અને પરંપરાને જાળવી રાખવી જોઈએ એ પણ આપણે જ યાદ રાખવું જોઇએ. ત્યારે સિહોર પોલીસ મથકની દીવાલ પર રહેલી ટપાલ પેટીની વ્યથા પણ આવી જ કઈક હશે.. મારો પણ જમાનો હતો કોણ માનશે હે……….