Connect with us

Sihor

સિહોર ; ચમારડીનું દંપતી નવાં મકાનના દસ્તાવેજ બનાવવા ભાવનગર આવતા તસ્કરોએ ઘરમાં ખાતર પાડ્યું, 5 લાખથી વધુનો મુદ્દામાલ ઉઠાવી ફરાર

Published

on

Sihor; Smugglers who came to Bhavnagar to prepare documents for a new house put manure in the house of Chamardi couple, fled with more than 5 lakhs worth of valuables.

પવાર

વલભીપુર તાલુકાના ચમારડી ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી દાગીના રોકડ રકમ મળી કુલ રૂ.5.55.700 નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ જતાં વૃદ્ધે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વલભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Sihor; Smugglers who came to Bhavnagar to prepare documents for a new house put manure in the house of Chamardi couple, fled with more than 5 lakhs worth of valuables.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વલભીપુર તાલુકાના ચમારડીગામે રહેતા અને ખાનગી ફેક્ટરીમાં નોકરી કરતા હરદિપસિંહ તનુભા ગોહિલ ઉ.વ.65 એ તાજેતરમાં ભાવનગર શહેરમાં નવા મકાનની ખરીદી કરી હોય આ મકાનના દસ્તાવેજ બનાવવા માટે ગતરોજ તેની પત્ની સાથે ચમારડીગામે પોતાના મકાનને તાળાં મારી ભાવનગર આવ્યાં હતાં. દરમ્યાન કામ પતાવી પરત ચમારડી ગામે પોતાના ઘરે પહોંચતા મકાનના તાળા તૂટેલી હાલતમાં અને ઘરના રૂમમાં સરસામાન વેરવિખેર હાલતમાં જણાતા વૃદ્ધે તપાસ કરી હતી.

Sihor; Smugglers who came to Bhavnagar to prepare documents for a new house put manure in the house of Chamardi couple, fled with more than 5 lakhs worth of valuables.

ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરના દરવાજાના તાળા તોડી રૂમમાં રાખેલ કબાટનું લોકર તોડી સોના-ચાંદીના આભૂષણો તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ.5,55,700 નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જણાતા વૃદ્ધે વલભીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!