Connect with us

Sihor

સિહોર રામદેવપીર બાપાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધર્મોત્સવ બન્યો

Published

on

Sihor Ramdevpir Bapa's Pran Pratistha Festival became a religious festival

દેવરાજ

પોલીસ પીઆઇ ભરવાડ, મિલન કુવાડિયા, જયતુભાઈ દેસાઈ, ગીરીબાપુ, અશ્વિનભાઈ ગોરડીયા સહિત હજારો લોકોએ દર્શન લાભ લીધો, અનેક વિશેષ મહેમાનોની ઉપસ્થિતિ

Sihor Ramdevpir Bapa's Pran Pratistha Festival became a religious festival

સિહોરના હનુમાનધારા પાસે આવેલ રામદેવપીર મિત્ર મંડળ દ્વારા રામદેવપીર બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધર્મોત્સવ બન્યો છે. ત્રીદિવસીય મહોત્સવમાં આજના ત્રીજા દિવસે રામદેવપીર બાપાનું આખ્યાન, અને અગિયાર કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેશ મહેમાનો પધાર્યા હતા. શહેરના હનુમાનધારા પાસે આવેલ રામદેવપીર મંડળ દ્વારા રામદેવપીર બાપા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અતિથિ વિશેષ મહેમાનોનુ રામદેવપીર યુવક મંડળ દ્વારા ફુલહાર અને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

અહીં ખાસ લોકનેતા, અને શંખનાદ સંચાલક મિલન કુવાડીયા, સિહોર પોલીસ સ્ટેશનના પી.આઈ એસ જી ભરવાડ, પોલીસ સ્ટાફ જીયતુભાઈ દેસાઈ, ગીરીબાપુ, દામજીભાઈ, માલધારી સમાજના અગ્રણી આગેવાન દેવાભાઈ બુધેલીયા તેમજ રામાપીર મંડળના પ્રમુખ હસુભાઈ સથવારા તેમજ હર્ષદભાઈ, જે જે મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ના ટ્રસ્ટીશ્રી અશ્વિનભાઈ ગોરડીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સિહોરના હનુમાન ધારા વિસ્તારમાં આવેલ રામદેવપીર યુવક મંડળ દ્વારા પણ સાધુ સંતોના પણ સામૈયા અને સ્વાગત કરવામાં આવ્યું હતું.

Sihor Ramdevpir Bapa's Pran Pratistha Festival became a religious festival

જેમાં નેસડાથી રામાપીર બાપા ના ઉપાસક એવા વશરામ ભગત પણ ઉપસ્થિત રહ્યા હતા ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધર્મોત્સવ બન્યો હતો અને હજારો લોકોએ દર્શન લાભ લીધો હતો

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!