Connect with us

Sihor

સિહોર ; યાર્ડમાં ટમેટા-મરચા-કોથમરી-મેથી જેવી ચીજોમાં ભાવ થોડા ઘટયા : રિટેઈલમાં ‘જૈસે થે’

Published

on

sihor-prices-of-items-like-tomato-chilli-coriander-fenugreek-in-the-yard-fell-slightly-jaise-thee-in-retail

દેવરાજ

  • શાકભાજીનાં ભાવ ‘વરસાદ આધારિત’ રહેવાની શકયતા : લોકલ સેન્ટરોમાંથી વિવિધ શાકભાજીની ધીમી આવકમાં પણ વધારો : હવે ભારે વરસાદ ન થાય તો પખવાડીયામાં ભરપુર આવક થવા લાગશે

ટમેટા સહિતના શાકભાજીમાં અસામાન્ય ભાવ વધારામાં કોઈ ઘટાડો થતો નથી. જોકે રાહતની વાત એ છે કે લોકલ સેન્ટરોમાંથી જુદા જુદા એકાદ ડઝન શાક આવવા લાગ્યા છે અને હવે કોઈ ભારે વરસાદ ન થાય તો પખવાડીયામાં ભરપુર આવક થવા સાથે ભાવ ઘટવાના સંજોગો સર્જાશે. શાકભાજનાં એક વ્યાપારી જણાવે છે કે હરરાજીમાં આજે ટમેટા, કોથમરી, મેથી જેવી કેટલીક ચીજોના ભાવો નીચા આપતા હતા છતા રીટેઈલ માર્કેટમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નથી.ટમેટાને લાગેવળગે છે

sihor-prices-of-items-like-tomato-chilli-coriander-fenugreek-in-the-yard-fell-slightly-jaise-thee-in-retail

ત્યાં સુધી મહારાષ્ટ્રથી આવકોમાં વધારો છે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ રહેતુ હોવાથી ભાવ ઉંચા હોય છે. દરમ્યાન આવતા દિવસોમાં શાકભાજી મોરચે રાહત મળવાના સંકેતો હોય તેમ લોકલ સેન્ટરોમાં ગલકા, દુધી, ફલાવર, ચોળા, તુરીયા, મરચા, રીંગણા, કારેલા જેવા ડઝન શાકભાજી ચીજોની ધીમી આવકો થવા લાગી છે. હવે ભારે વરસાદ ન થાય તો સપ્તાહમાં જોર પકડવાની અને પખવાડીયામાં ભરપુર આવક થવાની સંભાવના છે.આ સંજોગોમાં ભાવો પણ નીચા આવી શકશે.

error: Content is protected !!