Connect with us

Sihor

સિહોર ; રથયાત્રાને લઈને પોલીસતંત્ર સજ્જ, મોડી રાત સુધી સઘન વાહન ચેકીંગ

Published

on

Sihor; Police force deployed for Rath Yatra, intensive vehicle checking till late night

રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી મિહિર બારૈયા, પીઆઇ ભરવાડની હાજરીમાં પોલીસનું ચેકિંગ સઘન કરાયુ

આગામી રથયાત્રા પર્વને લઈ સિહોર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મોડી રાત સુધી વાહન ચેકીંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી રથયાત્રા પર્વ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

મોડી રાત્રે સિહોર પોલીસ મથક દ્વારા વિશેષ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ડીવાયએસપી મિહિર બારૈયા, પીઆઇ ભરવાડની હાજરીમાં સિહોર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધર્યું છે. શહેર પોલીસ દ્વારા પણ રથયાત્રા પર્વને લઈ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!