Connect with us

Sihor

સિહોરના ચોરવડલા સિમ વિસ્તારમાં યુવક યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી ; સોનગઢ પોલીસ ઘટના સ્થળે

Published

on

Body of young woman found in Chorwadla SIM area of Sihore in suspicious condition; Songarh Police at the scene

દેવરાજ
બ્રેકીંગ ન્યુઝ – રાત્રીના 9/15 કલાકે

આ લખાઈ છે ત્યારે રાત્રીના 9/15 કલાકે બનાવની પ્રાથમિક જાણકારી મુજબ સિહોરના ચોરવડલા ગામે એક યુવક યુવતીની લાશ મળી આવી છે. બન્ને પૈકી યુવક સિહોરનો અને યુવતી ઉંડવી ગામની વતની હોવાનું જાણવા મળે છે. હાલ સોનગઢ પોલીસ બનાવ સ્થળે પોહચીને તજવીજ હાથ ધરી છે. ભાવનગર રાજકોટ હાઇવે સિહોર નજીક આવેલ ચોરવડલા ગામની સિમ વિસ્તારમાં આજે સાંજના સમયે એક યુવક અને એક યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.

Body of young woman found in Chorwadla SIM area of Sihore in suspicious condition; Songarh Police at the scene

બનાવની જાણ થતાં સોનગઢ પોલીસના મહિલા પીએસઆઇ ડાંગર અને સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ પીએમ માટે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બનાવની પ્રાથમિક જાણકારી એવી પણ છે કે યુવક યુવતી બન્નેની લાશ બે ત્રણ દિવસ અગાઉની હોવાની આશંકા દેખાઈ રહી છે. સમગ્ર ઘટના શંકાસ્પદ લાગે છે. હત્યા છે આત્મહત્યા એ કહેવું મુશ્કેલ છે, બનાવની વધુ જાણકારી માટે શંખનાદે સોનગઢ મહિલા પીએસઆઇ ડાંગરનો મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન રિસીવ થયો થઈ શક્યો નથી જેથી બનાવની વધુ જાણકારી મળી શકી નથી.

error: Content is protected !!