Sihor
સિહોર મામલતદાર જે એન દરબારનો સપાટો ; ખનીજ ચોરી કરતા ટ્રેક્ટરો સીઝ
હરીશ પવાર
- ફરિયાદના આધારે મામલતદાર સહિતના સ્ટાફે રેઈડ કરી, ટ્રેકટરો સહિતનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ ચોરોમાં ફફડાટ
સિહોર શહેરમાં આજે મંગળવારના દિવસે મામલતદારશ્રી જે એન દરબાર અને સ્ટાફે ફરિયાદના આધારે રેઈડ કરી ખનીજ ચોરી ઝડપી લીધી હતી અને ટ્રેકટર વાહનો કબજે કર્યા હતાં. આ અંગે ખાણ-ખનીજ વિભાગના સ્ટાફને જાણ થતા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને વાહનોને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ લખાઈ છે ત્યારે રાત્રીના ૯/૫૫ કલાકે અહેવાલ મુજબ સિહોર શહેરના રાજીવનગર વિસ્તારના ડુંગરમાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી રહી હતી.
આ ફરિયાદના આધારે આજે મંગળવારે સિહોરના મામલતદાર જે એન દરબાર સહિતના સ્ટાફે રેઈડ કરી ડુંગરમાં થતી ખનીજ ચોરી ઝડપી પાડી હતી. આ અંગે મામલતદારે ખાણ-ખનીજ વિભાગને જાણ કરી હતી તેથી ખાણ-ખનીજ વિભાગનો સ્ટાફ સ્થળ પણ દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખનીજ ચોરીમાં ટ્રેક્ટરો સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યું છે ખનીજ ચોરી કેટલાક સમયથી કરવામાં આવતી હતી અને કેટલી ખનીજ ચોરી કરવામાં આવી છે ? વગેરે તપાસ કરી ખનીજ ચોરોને દંડ ફટકારવામાં આવશે તેમ હરીશ પવારે જણાવ્યું હતું ત્યારે રાજીવનગર વિસ્તારમાં મામલતદારે રેઈડ કરતા ખનીજ ચોરોમાં ફફડાટ મચી જવા પામેલ છે..