Sihor
સિહોર ; પ્યાસીઓના જીવ બળ્યા, પણ પોલીસની કડક કાર્યવાહી, 77 લાખના દારૂની બોટલો કકડભૂસ
પવાર
ગાંધીના કહેવાતા ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે રાજયસરકાર દ્ઘારા દારૂબંધીને લઇ આવરનાવર મોટામોટા કાવાદાવા કરવામાં આવતા હોય છે તેમ છતાં રાજયમાં બુટલેગરો દ્વારા જુદા-જુદા રાજયમાંથી નવા નવા કીમિયા અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માં આવે છે જેને લઇ પોલીસ પણ વખતો વખત સક્રિયતા દાખવી લાખ્ખો કરોડો રૂપિયાનું દારૂ પકડતી હોય છે સિહોર, સોનગઢ, ઉમરાળા, વલ્લભીપુર, ધોળા રેલવે વિસ્તારમાં પોલીસ દ્ઘારા લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી બુલડોઝર ફેરવી દેવાયુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની ખેપ મારતા બુટલેગર સામે પોલીસએ લાલ આંખ કરી છે. પોલીસ દ્વારા સિહોર, સોનગઢ, ઉમરાળા, વલ્લભીપુર, ધોળા રેલવે માંથી ઝડપાયેલો દારૂના જથ્થાના નિકાલ માટે નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિવિધ પોલીસ સ્ટેશનના હદમાંથી ઝડપાયેલા લાખ્ખો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સિહોર, સોનગઢ, ઉમરાળા, વલ્લભીપુર, ધોળા રેલવે વિસ્તારમાંથી ઝડપાયેલા 77 લાખથી વધુ રૂપિયાના વિદેશી દારૂને નાશ કરી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે પાલીતાણા ડીવાયએસપી મિહિર બારિયાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે પાલીતાણા ડિવિઝનના સિહોર, સોનગઢ, ઉમરાળા, વલ્લભીપુર, ધોળા રેલવે સહિત પોલીસ મથકમાં જે પણ વિદેશી દારૂના કેસ કરવામાં આવ્યા તે તમામ દારૂના જથ્થાનો એક સાથે નાશ કરવામાં આવ્યો છે કોર્ટે ઉપરોક્ત પોલીસ સ્ટેશનની મંજુરી મેળ્વયા બાદ એકઝીક્યુટીવ મેજીસ્ટેટ્ર, આસ્ટિન્સ કલેકટર તથા નશાબંધી અધીકારીની હાજરીમાં તમામ મુદ્દામાલનું ચેકિંગ કર્યા બાદ તમામ પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે.
ડીવાયએસપી મિહિર બારિયાએ મુદ્દામાલ અંગે માહિતી આપતા વધુમાં જણાવ્યુ હતુ કે સિહોર વિસ્તારમાંથી 39 લાખથી વધુનો મુદ્દામાલ છે. સાથે સોનગઢ, ઉમરાળા, વલ્લભીપુર, ધોળા રેલવે સહિત પોલીસ મથકનો કુલ મળી કુલ 77 લાખ 30 હજાર 603ની રકમના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ વેળાએ પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારિયા, સિહોર ડે કલેકટર દિલીપસિંહ વાળા, સિહોર મામલતદાર દરબાર,ભાવનગર નશાબંધી વિભાગના અધિકારીઓ તેમજ તમામ પોલીસ સ્ટેશન ના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા..