Sihor
સિહોર ; SOR માં સુધારો કરી નવા ભાવો અમલી કરવા જયરાજસિંહની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

પવાર
- હાલ મોંઘવારીના સમયમાં રોમટીરીયલના ભાવો આસમાને છે, ગામડાઓમાં કામો અટકી પડ્યા છે, હાલની સ્થિતિમાં બજાર ભાવોને અનુરૂપ કરી સુધારો કરવાની જયરાજસિંહે કરી રજુઆત
સિહોરના યુવા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી દ્વારા વધુ એક વખત મુખ્યમંત્રીને એસ.ઓ.આર. (SOR) માટેના ભાવમાં વધારો કરવાની માંગ કરી છે, સિહોરના યુવા અને સ્પષ્ટવક્તા તેમજ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી આક્રમુક મૂડ માં સતત લોક પ્રશ્ને સતત જાગૃતિ ને લઈ મુખ્યમંત્રી ને લેખિત ફરિયાદ સાથે જણાવેલ કે વર્ષ ૨૦૨૧-૨૨ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તા. ૧૮/૦૮/૨૦૨૧ થી અમલમાં મુકવામાં આવેલ બેઝિક મટીરીયલ, માલ અને પરિવહન તથા જુદી જુદી કેટેગરીના મજૂરના ભાવો હાલના પ્રવર્તમાન સમય સંજોગ ના પ્રમાણ માં અપૂરતા છે.
આ પહેલા વર્ષ ૨૦૧૫-૧૬ મુજબના ભાવો અમલ માં હતા જે પછી વર્ષ ૨૦૨૧માં સુધારેલ ભાવ સાથે અમલવારી થઈ પરંતુ ત્યારની સરખામણી માં મોંઘવારી આશરે ૫૦% થી ૬૦% જેટલો વધારો થયો છે જેના પ્રમાણમાં સરકારશ્રી દ્વારા નજીવો વધારો કર્યો છે. રો મટીરીયલ જેવા કે ઈંટ, લોખંડ, સિમેન્ટ, રેતી તમામ ના ભાવો બજાર ભાવ કરવા ખૂબ જ ઓછા હોય કોઈ પણ કોન્ટ્રાક્ટર ને પોસાય એમ નથી જેની સીધી અસર કામ ની ગુણવત્તા પર પડે છે અને મોટાભાગ ની ગ્રામ પંચાયતોમાં વિકાસના કામ અટકી ગયા છે. આથી આજરોજ પ્રદેશ કોંગ્રેસ આગેવાન જયરાજસિંહ મોરી દ્વારા મુખ્યમંત્રી શ્રી ને હાલના એસ.ઓ.આર. માં સુધારો કરી પ્રવર્તમાન બજારભાવ ને અનુરૂપ સુધારો કરવા રજુઆત કરવામાં આવી છે