Connect with us

Sihor

સિહોર ; વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે તે જાણવા માટે મોકલાયેલી લિન્ક પર ક્લિક નહીં કરતાં નહીંતર લાગશે ચૂનો !

Published

on

Sihor; If you don't click on the link sent to know where the storm has reached, it will be lime!

કુવાડિયા

ગુનેગારોએ વાવાઝોડાની લીન્કના રૂપમાં લોકોને છેતરવાનો કીમિયો અખત્યાર કર્યાની જાણ થતાં જ સિહોર પોલીસ દ્વારા લોકોને કરાયેલી અપીલ

સમગ્ર ગુજરાત ઉપર ‘બીપોરજોય’ વાવાઝોડાનો ખતરો ઝળુંબી રહ્યો છે ત્યારે આ મુદ્દે હવામાન ખાતા દ્વારા આ અંગે પળેપળની માહિતી જાહેર કરવામાં આવી છે. જો કે વાવાઝોડાની ઓથ લઈને સાયબર માફિયાઓ દ્વારા લોકોને છેતરી નાખવાનો કીમિયો અખત્યાર કરવામાં આવી શકે છે તેવી આશંકા જણાતાં જ સિહોર પોલીસ દ્વારા લોકોને ‘એલર્ટ’ કરી દેવામાં આવ્યા છે. પીઆઇ ભરવાડ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે વાવાઝોડાની દિશા જાણવા માટે મોકલવામાં આવેલી કોઈ પણ પ્રકારની અજાણી લીન્ક ખોલવી ન જોઈએ નહીંતર વાવાઝોડું તો આવવાનું હશે ત્યારે આવશે તે પહેલાં સાયબર ઠગો દ્વારા તમારા મોબાઈલમાં ત્રાટકીને રૂપિયા સફાચટ કરી નાખશે !! આ પ્રકારની અપીલ પોલીસ દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને કરવામાં આવી છે.

Sihor; If you don't click on the link sent to know where the storm has reached, it will be lime!

દરમિયાન સિહોર પોલીસના પીઆઇ ભરવાડએ જણાવ્યું હતું કે હજુ સુધી આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ નથી પરંતુ વાવાઝોડાનું સ્ટેટસ જાણવાની લોકોમાં વધુ પડતી ઉત્સુક્તા હોવાને કારણે તેનો લાભ લઈને છેતરપિંડી આચરવામાં આવી શકે છે એટલા માટે જ પોલીસ દ્વારા લોકોને આગોતરી ચેતવણી આપી દેવામાં આવી છે. આમ તો કોઈ પણ પ્રકારની અજાણી લીન્ક ઉપર ક્લિક ન કરવું જોઈએ પરંતુ લોકો વાવાઝોડાને લઈને ચિંતીત હોવાથી તેનું સ્ટેટસ શું છે તે જાણવા માટે પ્રયત્નો કરતા હોય છે જેના કારણે તેમને મોટી રકમનો ચૂનો લાગી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઈમ મુદ્દે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે અને સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃતિ લાવવા અવેરનેસ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે પરંતુ તેની કોઈ જ પ્રકારની અસર જનમાનસ ઉપર થતી ન હોય તેવી રીતે લોકો દ્વારા પોલીસ દ્વારા અપાતા સલાહ સુચનની અવગણના કરવામાં આવે છે પરિણામે મોટી રકમ ગુમાવવાનો વખત આવતો હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે.

Advertisement
error: Content is protected !!