Sihor
સિહોર ; આરોગ્યપ્રેમીઓમાં ઈમ્યુનિટિ પાવર વધારવા લીલા નાળિયેરનો ભારે ક્રેઝ

પવાર
દરિયાકાંઠાના પર્યટન સ્થળોએ પ્રકૃતિપ્રેમીઓની પ્રથમ પસંદગીનું પીણુ ; ગત વર્ષે નાળિયેર સૌથી ઉંચા ભાવે વેચાયા હતા જેથી વિક્રેતાઓને મબલખ કમાણી થઈ હતી
સિહોર શહેર અને જિલ્લામાં આરોગ્યવર્ધક શિયાળાની ઋુતુ જામતા ફીટનેસ માટે સર્વોત્તમ ગણાતા લીલા નાળિયેરની માંગમાં પણ ઉછાળો નોંધાયો છે. કોરોના વાયરસનો વ્યાપ વધતા ઈમ્યુનિટી પાવર વધારતા નાળિયેરના વેચાણમાં દિન પ્રતિદિન વૃધ્ધિ થઈ રહી છે.ગત વર્ષે કોરોનાકાળમાં સૌથી ઉંચા ભાવે નાળિયેર વેચાયા હતા જેથી નાળિયેરના વિક્રેતાઓને મબલખ કમાણી થઈ હતી. આરોગ્યવર્ધક દવાઓની સાથોસાથ ઈમ્યુનિટિ પાવર વધારતા લીલા નાળિયેરનું વેચાણ પણ વધી રહ્યુ છે.
આયુર્વેદાચાર્યો તેમજ તજજ્ઞાો રોગ પ્રતિકારક શકિત વધારતી અન્ય દવાઓની સાથોસાથ લીલા નાળિયેરનો પણ મહત્તમ ઉપયોગ કરવાની દર્દીઓને સલાહ આપી રહ્યા છે. સામાન્ય રીતે લીલા નાળિયેરની માંગ બારેમાસ રહેતી હોય છે. તેમાં ય ખાસ કરીને ફરી રોગચાળાની સીઝનમાં તેની ડિમાન્ડ ફરી વધી રહી છે. સ્વાસ્થ્યવર્ધક ઋુતુ શિયાળામાં તો ઠંડા પીણાથી શરદી, ઉધરસ અને કફ થવાની ભીતિ હોય બીમારીમાં ડોકટર્સની સલાહને અનુસરીને લીલા નાળિયેરના પાણીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રતિદિન હજજારો નાળિયેરનો વપરાશ થાય છે. નાળિયેરના ડીલીવરી પર્સન, સપ્લાયર્સ અને વેચાણની પ્રક્રિયા સાથે અસંખ્ય શ્રમિકો સંકળાયેલા છે.