Sihor
સિહોર ; નવા સત્રના આરંભે સ્ટેશનરીમાં 20 % ભાવ વધારાથી વાલીઓ પર આર્થિક બોજ
પવાર
શાળા ખુલ્યા બાદ 60 ટકા જેટલી ખરીદી પૂર્ણ થઈ પરંતુ સિહોર શહેરમાં સ્ટેશનરી પર હજુ પણ વાલીઓની ખરીદી વધુ જોવા મળે છે, ખાસ કરીને ધોરણ 6,7,8માં ગણિત,વિજ્ઞાન અને ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં ઘટાડેલા કોર્સના પાઠય પુસ્તકની ઘટ વર્તાઇ રહી છે
શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયાના 20 દિવસ જેટલો સમય થઈ ગયો છે. અત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્ટેશનરીની દુકાનેથી પાઠ્ય પુસ્તકની ખરીદી કરી રહ્યા છે. પણ ચાલુ વર્ષે જુદાજુદા પ્રકારની સ્ટેશનરીમાં 20 ટકાનો કમરતોડ ભાવ વધારો જોવા મળી રહ્યાે છે. જેના કારણે વાલીઓ પર આર્થીક બોજ વધ્યો છે. શાળા ખુલ્યા બાદ 60 ટકા જેટલી ખરીદી પૂર્ણ થઈ ચુકી છે. ઉનાળું વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓમાં રાબેતા મુજબ નવા સત્રનો આરંભ થયો હતો. નવું સત્ર શરૂ થતા જ સિહોરની ખાનગી સ્ટેશનરીની દુકાનો પર વાલીઓ પાઠ્ય પુસ્તક સહિતની સામગ્રીની ધુમ ખરીદી જોવા મળી રહી છે. પણ ચાલુ વર્ષે વાલીઓ પર આર્થિક બોજ આવ્યો છે.
નોટબુક, ફુલસ્કેપ ચોપડા અને ઈતર સાહિત્યમાં 15 થી 20 ટકાનો ભાવ વધારો ઝીંકાયો છે. જેના કારણે વાલીઓ ચિંતાતુર બન્યા છે. ખાસ કરીને ખાનગી સ્ટેશનરી પર હજુ પણ વાલીઓની ખરીદી વધુ જોવા મળે છે. અત્યારે મહત્તમ ખરીદી પૂર્ણ થઈ ચુકી છે. શાળા શરૂ ખુલ્યા બાદ 60 ટકા ખરીદી પૂર્ણ થઈ ચુકી છે. બીજી તરફ કાગળના ભાવ વધતા સ્ટેશનરીમાં 15 થી 20 ટકાનો ભાવ વધારો થયો છે. ઉપરાંત શાળા ખુલ્યાને 20 દિવસ થયા પણ અમુક પાઠ્ય પુસ્તક મળતા નથી. ખાસ કરીને જે પાઠ્ય પુસ્તકના કોર્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તે મળતા નથી. જેમાં ધોરણ 6, 7, 8માં ગણિત તથા વિજ્ઞાન અને ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહમાં ઘટાડેલા કોર્સના પાઠ્ય પુસ્તક મળતા નથી.