Sihor
સિહોર ; ભોજનમાંથી નીકળ્યાં મરેલાં દેડકાં અને જીવાત; ગાંધીજીની સંસ્થામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં
બરફવાળા
ન તો ઇયળ, ન તો ગરોળી…સિહોરના સણોસરામાં લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓના ભોજનમાં નીકળ્યો દેડકો
સિહોરના સણોસરામાં આવેલી પ્રસિદ્ધ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાતની ઘટનાઓ તો છાશવારે બનતી હોય છે. ત્યારે ફરી એકવાર સિહોરના સણોસરાની લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના ભોજનમાં મરેલા દેડકાં અને જીવાત નીકળ્યા છે. આરોગ્ય સાથે ચેડાં થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે અનેક વખત ફરિયાદો કરી હોવા છતાં યોગ્ય ખોરાક ન મળતો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે.
સણોસરામાં આવેલી પ્રસિદ્ધ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાત અને દેડકાં આવી જતા હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાત અને દેડકાં આવતા ભારે રોષ ફેલાયો હતો. અગાઉ અનેક રજૂઆત છતાં ઝેરી ભોજન પીરસાતા વિદ્યાર્થીઓ લાલઘૂમ થયા છે. વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો નીકળ્યો હોવાની ઘટનાને લઈ વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે. સણોસરા લોકભારતી વિદ્યાપીઠની આ ઘટના છે, જેમાં અનેક રજૂઆત છતાં આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાની રાવ સામે આવી છે.