Connect with us

Sihor

સિહોર : શહેરમાં જાહેર માર્ગો પર માલઢોર અને આખલાઓનો અડિંગો ; અકસ્માતનો ભય

Published

on

sihor-cattle-and-bullocks-roaming-on-public-roads-in-the-city-fear-of-accident

દેવરાજ

  • પાલિકાતંત્ર દ્વારા આંખઆડા કાન કરાઇ રહ્યા છે, રોડ પર ઝઘડતા આખલાઓને કારણે નિર્દોષ વાહનચાલકોના માથે તોળાતું જોખમ

સિહોર શહેરમાં રખડતા માલઢોર અને આખલાઓની સમસ્યા નગરજનો અને વહીવટી તંત્ર માટે માથાનો દુઃખાવો બની છે. રખડતા માલઢોર અને આખલાઓ છાસવારે રાહદારીઓને અડફેટે લેવાના બનાવો બને છે. ગઈકાલે સાંજે મુખ્ય બજારમાં બે આખલાઓ વચ્ચે ધમાસાણ યુદ્ધ થતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. આખલાઓ વચ્ચે ગૃહયુદ્ધ સર્જાતા થોડા સમય માટે વાહન વ્યવહાર ચક્કા જામ થઇ ગયો હતો. શહેરમાં રખડતા માલઢોર અને આખલાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. શહેરમાં વાહનોની અવરજવરથી ધમધમતા રોડની વચ્ચો વચ્ચ અડીંગો નાખીને બેઠેલા હોય છે.

sihor-cattle-and-bullocks-roaming-on-public-roads-in-the-city-fear-of-accident

શહેરના તમામ મુખ્ય માર્ગો પર રખડતા આખલાઓના ટોળેટોળા રોડ રોકીને બેઠેલા હોય છે. જેના કારણે રોજેરોજ ટ્રાફિક ચક્કાજામ થતો હોય છે. ઘણી વખત રખડતા માલઢોર રાહદારીઓ વાહનચાલકોને શિંગડે ચઢાવવાના બનાવો પણ બનતા હોય છે. ગઈકાલે સાંજે મુખ્ય બજારમાં બે આખલા શિંગડા ભેરવી યુદ્ધે ચઢ્યા હતી. જેના કારણે રોડ પરથી પસાર થતા રાહદારીઓ વાહનચાલકોના જીવ પડીકે બંધાયા હતા. બે આખલા ઘમાસાણ યુદ્ધે ચઢતા લોકો ફફડી ઉઠયા હતા. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનિક લોકોએ આખલાઓને છોડાવી બંનેને અલગ અલગ દિશામાં હાંકી કાઢતા રાહદારીઓ વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે નગરપાલિકાના સત્તાધીશો રખડતા ઢોરોને ડબ્બામાં પુરવા કાર્યવાહી કરવા લાગણી વ્યાપી છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!