Sihor
સિહોર ; ભાજપની છત્રીઓ ગરીબોની ઢાલ બની
તાલપત્રીઓ મોંઘી બની, જેની વચ્ચે ઠંડી ગરમી કે વરસાદથી બચવા ફેરિયાઓ અને ગરીબો માટે કમળ છાપ છત્રીઓ આધાર બની
મેટર
દેશ આઝાદ થયો ત્યારથી ગરીબી હટાવો આ પ્રશ્ન સાંભળતો આવ્યા છીએ પણ ગરીબી હટી ખરી? મોંઘવારી જેમ વધતી જાય તેમ ગરીબી ઘટવાના બદલે નવી ગરીબીમાં નવા આંકડા ઉમેરાતા જાય ત્યારે મોંઘાદાટ મકાનો દુકાનો વેપાર આ ગરીબો માટે સપનું જ છે ત્યારે ભાજપ દ્વારા ફેરિયોને અપાતી છત્રીઓ ગરીબોના આશિયાના બની છે. આ છત્રીનો ઉપયોગ રસ્તા ઉપર બેસનારા ફેરિયાઓ કરે છે. ગ્રાહકોને ગરમી તથા વરસાદથી રક્ષણ આપવા ભાજપ દ્વારા અપાતી કમળ છાપ છત્રીઓનો ઉપયોગ કરે છે. આ છત્રીઓ એટલી મોટી છે કે તેની નીચે ફેરિયાનો સ્ટોલ, તેનો માલિક તથા ગ્રાહક સહેલાઈથી ઊભા રહે છે, સૂર્યદેવતા સાત અશ્વોના રથ ઉપર સવાર થઈને તેમનું સામ્રાજ્ય સ્થાપતા હોય ત્યારે પણ આ છત્રી ગરીબોની આશિયાની બની રહે છે