Sihor
સિહોર ; સર્વોત્તમ ડેરીનું વધુ એક કદમ ; અમુલ ખાટી છાશનું લોન્ચીંગ
કુવાડિયા
સર્વોત્તમ ડેરી દ્વારા નવી પ્રોડક્ટ અમુલ ખાટી છાશનું ઉદ્ઘાટન કરતા સર્વોત્તમ ડેરીનાં સ્થાપક અને મેનેજિંગ ડિરેકટર શ્રી એચ.આર.જોષી
ખૂબ જ ટુંકાગાળામાં ઝડપી વિકાસ થકી હરણફાળ ભરી રહેલી અને ભાવનગર જિલ્લાનાં પશુપાલકોની જીવાદોરી સમાન, સિહોર ખાતે આવેલી સર્વોત્તમ ડેરી દ્વારા ભાવનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રનાં વિવિધ જિલ્લાઓમાં દૂધ અને દૂધની બનાવટો જેવી કે મસાલા છાશ અને ઇકો છાશ, દહીં, ઘી, પનીર ફ્લેવર્ડ મિલ્ક વિગેરે બનાવી સપ્લાય કરવામાં આવે છે અને વખતો વખત નવી નવી પ્રોડક્ટ શરૂ કરી બજારમાં મુકવામાં આવે છે. આજરોજ સર્વોત્તમ ડેરી દ્વારા અમુલ ખાટી છાશની શરૂઆત સર્વોત્તમ ડેરીનાં સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી એચ.આર.જોષી, અમૂલના સિનિયર મેનેજર શ્રી(સેલ્સ) અનિલ ગઢવી, સર્વોત્તમ ડેરીના ચીફ જનરલ મેનેજર શ્રી વાય.એચ.જોષી તથા સર્વોત્તમ ડેરીના અધિકારીગણની હાજરીમાં કરવામાં આવી છે.
આજથી ખાટી છાશના ઉપભોકતા માટે, કઢી બનાવવા માટે તેમજ આથાવાળી વસ્તુ બનાવવા માટે બજારમાં અમૂલ ખાટી છાશ માત્ર રૂ. ૧૦/-માં ઉપલબ્ધ થશે. આ પ્રસંગે સર્વોત્તમ ડેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પશુપાલકો હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. માન. વડાપ્રધાનશ્રી મોદી સાહેબની ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા માટે સર્વોત્તમ ડેરી દ્વારા ક્રમશઃ વિવિધ નવી પ્રોડકટસ લોન્ચ કરવામાં આવી રહી છે. જેના દ્વારા પશુપાલકોને દૂધના ભાવ વધારે મળે તેવા સર્વોત્તમ ડેરીના કાર્યવાહકોના હરહંમેશ પ્રયાસો રહેલા છે.