Sihor
મુકેશભાઈ જાનીને સર્વક્ષેત્રથી શ્રધ્ધાસુમન : અવિરત શોક સંદેશ

દેવરાજ
- હંમેશા અન્ય લોકોની ચિંતા કરી તેઓને મદદરૂપ બનવું તે સ્વ.મુકેશભાઈ જાનીનો જીવનમંત્ર હતો : જયદીપસિંહ ગોહિલ
- સિહોર કોંગ્રેસ દ્વારા શોકસભા, ઇશ્વરને પણ પોતાના ધામમાં સેવાકીય, ધાર્મિક અને પરોપકારી જીવની જરૂર હોય છે
સિહોરના જમીની સ્તરના નેતા મુકેશભાઈ જાનીનો સ્વર્ગવાસ થતા ઊંડા દુઃખની લાગણીઓ વ્યકત થઈ રહી છે આજે સિહોર કોંગ્રેસ દ્વારા શોકસભા યોજાઈ હતી સ્વ. મુકેશભાઈ જાનીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરતા શહેર કોંગ્રેસના પ્રમુખ જયદીપસિંહએ જણાવ્યું હતું કે હંમેશા અન્ય લોકોની ચિંતા કરીને તેઓને મદદરૂપ બનવું તે સ્વ. મુકેશભાઈ જાનીનો જીવનમંત્ર હતો.
કોઇપણ વ્યકિત સંજોગોવસાત્ દુઃખી હોય તો તેને જોઇને સ્વ. મુકેશભાઈનું હૃદય તુરત જ દ્રવી ઉઠતું અને જરૂરીયાતમંદ લોકોને સતત મદદરૂપ થવા સ્વ. મુકેશભાઈ સદાય તત્પર રહેતા હતા. સ્વ.મુકેશભાઈનું પારિવારિક અને સામાજીક યોગદાન સદાય માટે યાદ રહેશે અને તેઓના આદર્શો નવી પેઢીને ભવિષ્યમાં પણ સતત ઉપયોગી પ્રેરણારૂપ બનશે તેવું જયદીપસિંહએ જણાવ્યું હતું.
અંતમાં તેઓએ કહ્યું હતું કે ઇશ્વરને પણ પોતાના ધામમાં સેવાકીય, ધાર્મિક અને પરોપકારી જીવની જરૂર હોય છે. જીવન-મૃત્યુ એ માત્ર ઇશ્વરના જ હાથમાં છે. અહીં શોકસભામાં કોંગ્રેસના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા