Connect with us

Bhavnagar

શેત્રુંજી ડેમ ઓવરફ્‌લોઃ ૫૯ પૈકી ૨૦ દરવાજા એક ફૂટ ખોલાયાઃ ગોહિલવાડમાં ૦ાા થી ૨ાા ઇંચ

Published

on

shetrunji-dam-overflow-20-gates-out-of-59-opened-by-one-foot-0-to-2-inches-in-gohilwad

દેવરાજ

સૌરાષ્‍ટ્રનો સૌથી મોટો એવો ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્‌લો થતા ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. ડેમના ૫૯ પૈકી ૨૦ દરવાજા એક ફૂટ થી ખોલવામાં આવ્‍યા છે. ડેમની હેઠવાસના ૧૮ ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા છે. ભાવનગર જિલ્લા માટે જીવાદોરી  સમાન શેત્રુંજી ડેમ ગઈ રાત્રે ૯ વાગે ઓવરફ્‌લો થયો છે. સાથે ભાવનગર જિલ્લામાં પાક અને પીવાના પાણીની સમસ્‍યાનો નિકાલ થયો છે. શેત્રુંજી ડેમ ૧૦૦્રુ ભરાઇ ગયેલ છે. હાલની સપાટી ૩૪ ફૂટ છે અને પાણીની આવક ૧૮૦૦ કયૂસેક થયેલ હોય ડેમના હેઠવાસમાં તથા નદી કાંઠે આવેલ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. ગત વર્ષે આ ડેમ ૧૫ સપ્‍ટેમ્‍બરે છલકાયો હતો તો આ વર્ષે વધુ મેઘમહેરને લીધે ૫૬ દિવસ પૂર્વે ૨૧ જુલાઇએ આ ડેમ છલકાયો છે. આ ડેમમાં સવારથી પાણીની આવક ૨૮,૬૦૦ કયૂસેક હતી. તે આજે  ઘટીને ૧૮૦૦ કયસેક થઇ ગયો હતો.

shetrunji-dam-overflow-20-gates-out-of-59-opened-by-one-foot-0-to-2-inches-in-gohilwad

શેત્રુંજી ડેમની નહેરો ડાબા અને જમણા બન્ને કાંઠે આવેલી છે.

ડાબા કાંઠાની નહેરની લંબાઈ ૯૬ કિ.મી.ની છે જેની પાણીની વહન શક્‍તિ ૧૪.૭૨ ઘનમીટર પ્રતિ સેકન્‍ડની છે તો જમણા કાંઠાની નહેરની લંબાઈ ૫૭ કિ.મી.ની છે જેમાં પાણીની વહનશક્‍તિ ૧૯.૬૮ ઘનમીટર પ્રતિ સેકન્‍ડની છે. ૧૨ હજાર હેક્‍ટર જેટલી જમીનમાં આ પાણીથી સિંચાઈને લાભ મળે છે. ૪૩૧૭ ચોરસ કિ.મી.નોસ્ત્રાવ ક્ષેત્રનો વિશાળ ડેમ ૪૩૧૭ ચોરસ કિ.મી.નોસ્ત્રાવ ક્ષેત્ર અને ૩૦૮.૬૮ મિલિયન ઘન મીટરની જળસંગ્રહ ક્ષમતા ધરાવતા સૌરાષ્‍ટ્રના સૌથી મોટો શેત્રુંજી ડેમ ૩૫,૭૫૦ હેકટર જમીન અને જિલ્લાની ૨૮ લાખની વસ્‍તી માટે પાક અને પાણી પ્રશ્‍ને જીવાદોરી સમો છે. આ શેત્રુંજી ડેમના બાંધકામનો આરંભ પહેલી નવેમ્‍બર, ૧૯૫૫ના રોજ જવાહરલાલ નહેરૂના હસ્‍તે થયો અને આ ડેમ ઈ.સ.૧૯૬૫માં સંપૂર્ણ થયો હતો.

૧૮ ગામોના  લોકોને એલર્ટ કરાયા

Advertisement

પાલિતાણા તાલુકાના નાની રાજસ્‍થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર, મેઢા અને તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર હેઠવાસમાં તથા શેત્રુંજી નદી કાંઠે આવતા ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

error: Content is protected !!