Sihor
સિહોરના પ્રગટેશ્વર મંદિર પાસે ગટરનું પાણી ફરી વળતા નાગરીકોને ભારે હાલાકી
દેવરાજ
- તાકિદે રિપેરીંગ કરવા થતી માંગ, પાણીની લાઇન પણ લીકેજ હોવાથી સમગ્ર વિસ્તારમાં ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
સિહોર શહેરમાં પ્રગટેશ્વર ઢાળ વિસ્તારમાં મંદિર પાસે ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. અહીં પાણીની લાઇનમાં પણ લીકેજ હોવાને કારણે વિસ્તારમાં ગંદકી ફેલાઇ છે. સમારકામના અભાવે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. પાલિકા તંત્ર તાકિદે ગટર લાઇન અને પાણીની લાઇનનું સમારકામ હાથ ધરે તેવી માગણી વિસ્તારના નાગરિકો કરી રહ્યાં છે.
શહેરમાં પ્રગટેશ્વર ઢાળ વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર મંદિર પાસેથી ગટર પાણીની લાઈન પણ લીકેજ હોવાની સંભાવનાના પગલે રોડ ઉપર પાણી વહી રહ્યું છે જેના કારણ પાસે આવેલ મંદિરોમાં જવા માટે પણ લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. આ વહેતું પાણી ટાણા જવાના રસ્તા ઉપર પણ સતત પાણી રહેતો હોવાના કારણે આ સમગ્ર રસ્તા ઉપર પાણીના કારણે ગંદકીનું સામ્રાજ્ય જણાઈ રહ્યું છે આ અંગે નગરપાલિકા દ્વારા તાકીદે રીપેરીંગ કરી તેને દુરસ્ત કરવા નગરજનોની માગ છે.