Sihor
નગરપાલિકાની ચૂંટણી નજીક છે ત્યાંજ સિહોર કોંગ્રેસને ઝટકો; નગરસેવક સુભાષ રાઠોડ ભાજપમાં જોડાયા

Devraj
- કોંગ્રેસના ચૂંટાયેલા નગરસેવક ભાજપમાં જોડાતા સન્નાટો : નગરપાલિકાની ચૂંટણી નજીક છે કોંગ્રેસને ફટકો
સિહોર નગરપાલિકાની ચૂંટણીના પડઘમો વાગી ચુક્યા છે ત્યારે કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે, વોર્ડ 7 માંથી ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવક સુભાષ રાઠોડ ભાજપમાં જોડાયા છે. નગરપાલિકાની ચૂંટણી નજીક છે ત્યાંજ કોંગ્રેસમાં ગાબડાં પડવાના શરૂ થયા છે આમતો સમગ્ર ભાવનગર જિલ્લામાં સિહોર કોંગ્રેસ ટિમ લીડર મજબૂત માનવામાં આવે છે જયદીપસિંહ ગોહિલ અને કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રજાના પ્રશ્નો ને વાંચા આપવામાં સફળ રહ્યા છે, કોંગ્રેસ ભલે છેલ્લા ૨૫ વરસથી નગરપાલિકામાં સત્તામાં નથી પરંતુ કોંગ્રેસે પ્રજાના દરેક પ્રશ્ને લડત આપી છે આમતો વોર્ડ સાત ભાજપનો ગઢ ગણાય છે.
જેમાંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા સુભાષ રાઠોડ વિજેતા બન્યા હતા જોકે કોઈ કારણોસર આજે તેઓ કેસરિયા ધારણ કરીને ભાજપના બન્યા છે. આજે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની અધ્યક્ષતામાં સિહોરના નંદ પાર્ટી પ્લોટ ખાતે સુશાસન સહયોગી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા જિલ્લામાં ધારાસભ્યઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાંસદ ડો.ભારતીબહેન શિયાળ ના હસ્તે દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા ભાજપના આગેવાનો હોદેદારો આ વિશેષ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિજેતા બનેલ ધારાસભ્યને શુભકામનાઓ પાઠવી હતી.