Sihor
દિવસ રંગેબરંગી પતંગો, હિન્દી સોન્ગ પર ગુજરાતીઓના ગરબા અને રાતે આતશબાજી સાથે ઉત્તરાયણને કરી ગુડબાય

દેવરાજ
કોરોનાના 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. ત્યારે સિહોરમાં ધામધૂમથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે લોકો વહેલી સવારથી જ પતંગ, ફીરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઇને ધાબે ચડી ગયા હતા. એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતા હતા. તો બીજી તરફ કાઈપો છે…, લપેટ… લપેટ…ની બૂમા સંભળાતી હતી. જોકે, આખો દિવસ રંગેબરંગી પતંગોથી ઝળહળતું આકાશ અંધારું થવાની સાથે જ આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું.
આ સાથે ધાબા પર લોકો ગરબા તેમજ હિન્દી સોન્ગ પર ઝૂમતા જોવા મળ્યા હતા. સિહોરમાં ઉત્તરાયણની રાત્રે લોકોએ પતંગની સાથે આતશબાજી પણ કરી હતી. આખો દિવસ પતંગ ઉડાવવાની મજા માણ્યા બાદ ફટાકડા ફોડીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા.