Sihor
સિહોર પોલીસે G20 અંગે લોકોને જાગૃત કરવાના હેતુંથી સાયકલ રેલીનું આયોજન કર્યું
પવાર
સાઇકલ રેલી શહેરભરમાં ફરી, સિહોર પોલીસ પીઆઇ ભરવાડ દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા
G20ની અધ્યક્ષતા ભારત દેશને મળતા સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. ત્યારે દેશભરમાં G20 અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો યોજીને G20 અંગે લોકોમાં જાગૃતિ આપવામાં આવી રહી છે. G20ની અધ્યક્ષતા તે કેટલા ગૌરવ અને સન્માનની વાત અંગે લોકોને જાગૃત કરવા માટે સિહોર પોલીસ અધિકારી અને કર્મચારીઓ શહેરના મુખ્ય માર્ગો ઉપર સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. લોકોમાં તંદુરસ્તી રહેવાના મેસેજ તેમજ G20ની અધ્યક્ષતા અંગે જાણકારી આપવામાં આવી હતી.
દેશની સાથે સિહોર શહેર અને જિલ્લાના લોકો પણ ભારતે કરેલી G20 ની અધ્યક્ષતા અંગે ગૌરવ મેળવી શકે અને લોકો જાગૃત થાય તે માટે શહેરના મુખ્ય માર્ગો ઉપર એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશ ચાલુ વર્ષે G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. તે કેટલા ગર્વ ની વાત છે. તે શહેરના દરેક લોકોને G20 મીટ શુ છે. તેની અધ્યક્ષતા મેળવવાથી દેશનો કેટલો વિકાસ થશે. વગેરે બાબતોને જનજન સુધી પહોંચાડવા માટે સિહોર પોલીસ વિભાગ દ્વારા સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. પોલીસ મથક ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાયકલ રેલીમાં સિહોર પીઆઇ ભરવાડ, સહિત પોલીસ જવાનો અને હોમગાર્ડ, જીઆરડી સહિતના કર્મીઓ જોડાયા હતા. આ સાયકલ રેલી પોલીસ મથક ખાતેથી નીકળી સિહોર શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને લોકોમાં G20 મીટ અંગે જાગૃતિ સાથે સાયકલ ચલાવી સ્વસ્થ રહોના સંદેશા સાથે રેલી સમગ્ર શહેરમાં ફરીને પરત પોલીસ મથક ખાતે પોહચી હતી આ સાયકલ રેલીથી લોકોમાં જાગૃતિ આવે અને મોટી સંખ્યામાં લોકો G20ના કાર્યક્રમમાં જોડાયા એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.