Sihor
સિહોર શહેર ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ, ઘરે ઘરે જઈ 18 વર્ષ પૂર્ણ થયેલા નવીન યુવા ધનની મતદાર તરીકે નોંધણી કરાઈ
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ:
પવાર
સિહોર ખાતે આગામી લોકસભાની ચૂંટણીમાં નવીન મતદાતાઓ મતદાનથી વંચિત ના રહે અને તેમનું મતદાન નોંધણી થાય માટે શહેર ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈ ભારતીય જનતા પાર્ટી સિહોર શહેર ખાતે ‘મતદાતા ચેતના અભિયાન રઘુભાઈ હૂંબલ, ભરતભાઈ મેર, હર્ષદભાઈ દવેના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. આ ’લોકતંત્રના મહાપર્વમાં સહભાગી થાય તેવા ઉમદા અભિગમ સાથે વોર્ડ નં.-5ના વિસ્તારમાં શહેર ભાજપ પ્રમુખ ડીસી રાણા અને હોદ્દેદારઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.
સિહોર ભાજપ દ્વારા શહેરમાં આજે 25 થી 31 ઓગસ્ટ દરમ્યાન જિલ્લામાં મતદાતા અભિયાન કરવામાં આવી રહ્યું છે જેને લઈ આજે 18 વર્ષ પૂર્ણ થયેલા નવીન યુવા ધન ની મતદાર તરીકે નોંધણી થાય અને મતદાન કરવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ સાથે મતદાન નોંધણી ઝુંબેશ ભારતીય જનતા પાટીઁ દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમાં સિંધી કેમ્પ ખાતે ‘મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના કાર્યકરો લોકોના ઘરે જઈ જેમના 18 વર્ષ પૂર્ણ થયેલા નવીન યુવા ધનની મતદાર તરીકે નોંધણી કરવામાં આવી હતી.