Sihor
સિહોર ભાજપ શાસિત તાલુકા પંચાયત પાસે સામાન્ય 1500 રૂપિયાનો ખર્ચ કરવાની ત્રેવડ નથી ; કરણસિંહ મોરી
આજે મળેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષની તડાપિડ, ગ્રામ્ય વિસ્તારની અનેક સમસ્યાઓને લઈ કરણસિંહ મોરી અને વિપક્ષના સભ્યોએ શાસકોને ઘેર્યા, વિપક્ષના કરણસિંહ મોરીએ લેખિતમાં આપ્યું હતું કે સભાનું વિડિઓ રેકોર્ડિંગ કરવામાં આવે એના જવાબમાં પ્રમુખે કહ્યું તાલુકા પંચાયત એટલી સક્ષમ નથી
પવાર
ગજા વગરની ગધેડી અને અમદાવાદનું ભાડું સિહોર તાલુકા પંચાયત સામાન્ય ૧૫૦૦ રૂપિયાનો ખર્ચ કરવાની ત્રેવડ નથી તેવો આરોપ કરણસિંહ મોરીએ કર્યો છે આજરોજ સિહોર તાલુકા પંચાયત ની સામાન્ય સભા મળી હતી જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલની ઉપસ્થિતિ અને તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિબેન જસાણી ના અઘ્યક્ષ સ્થાને મળી હતી.
ઉપપ્રમુખ ઈશ્વર કુવાડીયા વિપક્ષ ના નેતા કરણસિંહ મોરી તેમજ તાલુકા વિકાસ અધિકારી.વિસ્તરણ અધિકારી ચાંપરાજ ભાઈ ઉલવા, વામનભાઈ, સહિત પંચાયતના સ્ટાફ દ્વારા સાધારણ સભા નું સંચાલન કર્યું હતું તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની ઉપસ્થિતિમાં મળેલી સભામાં વિપક્ષના કરણસિંહ મોરીએ આકરા પ્રહારો સાથે સતાધીશો ને આડે હાથ લીધા હતા છેલ્લા 5મહિને સભા મળતી હોય અને લોકો નાં પ્રશ્નો નુ નિરાકરણ થતું ન હોય આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા કેટલાક સમયથી સિહોર તાલુકામાં તલાટી મંત્રીની ઘટ હોય તેમજ ચાર્જ મા રહેલ તલાટી સમયસર ગ્રામ પંચાયતમાં હાજર રહેતા ન હોઈ જેને લઈ મામલો ઉગ્ર બન્યો હતો તેમજ પીએચસી સેન્ટરોમાં ડોક્ટર અને સ્ટાફ સમયસર હાજર રહેતા ન હોય આ બાબતે વિપક્ષ અને શાસક પક્ષ બન્ને દ્વારા અધિકારી ઓ સમયસર હાજર રહેવા અને લોકો ની પડતી સમસ્યા નું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી તાલુકા પંચાયત સદસ્ય રેખાબેન ભરોડિયા દ્વારા ટાણા ગ્રામ પંચાયત દ્વારા બિન ખેતી થયેલ જમીન મા કામ કરેલ હોય અને ચુકવણું કરેલ હોય તો આ બાબતે ઉગ્ર વિરોધ નોધાવી હાજર રહેલ અધિકારી જવાબ આપી શકશે નહી અને લેખિત જવાબ માંગવામા આવેલ વિપક્ષ નેતા કરણસિંહ મોરી દ્વારા સામન્ય સભામાં વિડિયોગ્રાફી કરવામાં આવે તેવું લેખિતમાં આપવામાં આવ્યું હતું તેના જવાબમાં 1500 રૂપિયા નો ખર્ચ તાલુકા પંચાયત ખર્ચ ઉઠાવી શકે તેમ નથી જેને લઈ વિપક્ષે ભારે હોબાળો મચાવી ને વિડીયોગ્રાફીનો ખર્ચ વિપક્ષે ઉઠાવવાની તૈયારી બતાવી હતી